Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

પોરબંદરના બંદર વિસ્તારમાં માથાકુટમાં વધુ ૪ શખ્સોની ધરપકડ

પોરબંદર, તા. ર૯ : અહીં બંદર વિસ્તારમાં છેડતી બાદ પથ્થરમારો અને વાહનોને આગ ચાંપવાના બનાવ સબંધે પોલીસે વધુ ૪ શખ્સો વીક્કી ઉર્ફે જાડો અશોકભાઇ ગોસિયા, નિલેશ દામોદર ગોહીલ, મનીષ ઉર્ફે ગુગળી, સુરેશ પોસ્તરીયા તથા જયમીન અજય જુંગીની પોલીસે ધરપકડ કરી હતી.

ગઇકાલે ૩ર શખ્સોની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડની માંગણી કરતા કોર્ટે રીમાન્ડ નામંજૂર કરતા તમામને જેલ હવાલે કરેલ છે.

(11:51 am IST)