Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ધ્રાફા પંથકમાં બનાવટી દૂધની ફેકટરી ઝડપાઇ

કાલાવાડના રામપર ગામે ભવાયા ખેલ વખતે જ બે પરિવારો મારામારીએ આવી ગયા

જામનગર તા. ૨૯ : શેઠવડાળા પોલીસ મથકના વી.એ.ચાંડેરાએ બમથીયા ગામની સીમમાં રહેતા બ્રીજરાજસિંહ હેમંતસિહ જાડેજા રહે. ધાફ્રાવાળાની વાડીમાં આરોપીઓ રીણાભાઈ ઉર્ફે દાનો હીરાભાઈ હુણ રબારી ઉ.વ. ૩૪એ ખાદ્યયપદાર્થ ભેળસેળ નિવારવા માટેનો સને ૧૯પ૪ ના કાયદાની કલમ ૧૬(એ), (બી) મુજબ આરોપીએ દૂધ બનાવવા માટે દૂધનો પાવડર તથા તેલનો જથ્થો એકત્રીત કરી સાધન સામગ્રી વસાવી પોતે જાતે પોતાના રહેણાંક મકાનમાં પાણીમાં દૂધનો પાવડર તેલ ભેળસેળ કરી ફેટ કાઢી બનાવટી દૂધ બનાવી ગ્રાહકોને અસલ દૂધ દેવાને બદલે ભેળસેળ કરી ગ્રાહકો સાથે ગુન્હાહીત કાવત્રુ રચી કુલ રૂ. ૪૬૦૦ સાથેના મુદામાલ સાથે ઝડપી પાડયો હતો.

સામસામી ફરિયાદ

કાલાવડ તાલુકાના રામપર (રવેશીયા) ગામે રહેતા આલુબેન નાથાભાઈ કંટાળીયા ઉવ. પપ એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, ગામમાં તરગારા (ભવાયા) ના ખેલમાં ફરીયાદીના દિકરા સાહેદ ગૌતમ ઉર્ફે સાગર સાથે આરોપી હાર્દિક રણછોડભાઈ સાથે બોલાચાલી થતા તેનું મનમાં રાખી રણછોડ કરશનભાઈ, હાર્દિક રણછોડભાઈ, કરશન દેવા, કવીબેન કરશનભાઈ, રમાબેન પરસોતમભાઈ ઉર્ફે પાંચાભાઈ, દિપ્તીબેન, હીરલબેને ગેરકાયદે મંડળી રચી હથીયાર ધારણ કરી ફરીયાદીના ઘરમાં પ્રવેશ કરી લોખંડના પાઈપ વડે માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ગુન્હો કરેલ છે.

ત્યારે સામાપક્ષે થયેલી ફરિયાદ મુજબ રમાબેન પરસોતમભાઈ ઉર્ફે પાંચાભાઈ સિતાપરા (કોળી) ઉ.વ. ૪૦ એ ફરીયાદ નોંધાવી છે કે, આરોપીઓ ગૌતમ ઉર્ફે સાગર, નરેશ નાથાભાઈ ઉર્ફે બાબુભાઈ, આલુબેન નાથાભાઈ, અંજનાબેન નાથાભાઈ, વાલજીભાઈ જેઠાભાઈ, જયાબેન વશરામભાઈએ ફરીયાદીના દિકરા સાથે તરગારામાં બેસવા બાબતે થયેલ બોલાચાલીના કારણે આરોપીઓએ એક સંપ કરી લાકડાના ધોકા વડે માર મારી ગુન્હો કરેલ છે.

(11:51 am IST)