Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ગંગોત્રી સ્કૂલના વિદ્યાર્થીઓનો બોર્ડ, અને કેન્દ્રમાં દબદબો યથાવત

ગોંડલ તા.૨૯: ગંગોત્રી સ્કૂલે પોતાના ગુજરાત બોર્ડ તેમજ ગોંડલ કેન્દ્ર માં દબદબો જાળવી રાખેલ છે. ગંગોત્રી સ્કૂલનું ૯૭.૫૦% પરિણામ આવેલ છે.

દલસાણીયા ફોરમે ૯૯.૯૮ પીઆર મેળવી ગુજરાત બોર્ડમાં બીજુ સ્થાન મેળવતા ની સાથોસાથ ગોંડલ કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવેલ છે. જયારે ભાલોડી દર્શને ૯૯.૯૫ પીઆર સાથે ગુજરાત બોડસ્ માં પાચમાં સ્થાનની સાથોસાથ ગોંડલ કેન્દ્રમાં બીજુ સ્થાન પ્રાપ્ત કરેલ છે. ભાલાળા પ્રિન્સ ૯૯.૯૦ પીઆર સાથે સમગ્ર ગુજરાત બોર્ડ માં ૧૦માં સ્થાને રહેલ છે. ધોરણ ૧૦ હોય કે ધોરણ ૧૨ સાન્યસ હોય કે પછી કોમર્સ હોય ગંગોત્રી સ્કૂલ દ્દારા દર વર્ષ પરિણામની હારમાળા સર્જતી હોય છે. નાના એવા ટયુશન વગર સર્વશ્રેષ્ઠ પરિણામ ગંગોત્રી સ્કૂલ દ્વારા આપવામાં આવે છે. ચાલુ વર્ષ માં માત્ર મર્યાદિત સંખ્યામાંથી ૯૯ પીઆર ઉપર ના ૧૮ વિદ્યાર્થીઓ માં ગંગોત્રી સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ છે.

ખેડુતપુત્ર પ્રિન્સ રાજેશભાઇ ભાલાળા એ બોર્ડમાં ૯૯.૯૦ પીઆર સાથે સમગ્ર ગુજરાતમાં ૧૦મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમના કહેવા મુજબ આ મુકામ સુધી પહોંચવામાં મારી મહેનત, મારા માતા-પિતા અને સ્કૂલના ચેરમેન સંદીપભાઇ બહુમૂલ્ય યોગદાન છે. મારા માતા-પિતા ઉચ્ચ અભ્યાસ ન કરેલ હોવા છતાં તેમનું એક સ્વપ્ન હતું કે હું બોર્ડમાં સારૂ રીઝલ્ટ પ્રાપ્ત કરૃં. ધરતીપુત્ર દર્શન હિતેષભાઇ ભાલોડી ૯૯.૯પ પીઆર સાથે સમગ્ર બોર્ડમાં પાંચમા સ્થાને તેમજ ગોંડલ કેન્દ્રમાં બીજુ સ્થાન પ્રાપ્ત કરી તેમના માતા-પિતાને અને સ્કૂલનો વિશ્વાસ જીત્યો છે.

(11:50 am IST)