Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

વિંછીયામાં એક સાથે ત્રણ દુકાનોમાં આગ માલ સામાન ભસ્‍મીભુત

૩ કલાકની જહેમત બાદ જસદણની ફાયર બ્રિગેડની ટીમે આગને કાબુમાં લીધી

વિંછીયા-જસદણ તા.૨૯: વિંછીયામાં શામ માર્કેટ પાણીના ટાંકા સામે મધ્‍યરાત્રીના બે વાગ્‍યે સાડી ફોલ છેડા અને કટલેરી-ભરતકલા કેન્‍દ્રની દુકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. મોટી સંખ્‍યામાં લોકો એ જે હાથ લાગ્‍યું તે વાસણો થી આગ બુજાવવા પ્રયાસ કર્યો હતો.

 મધ્‍યરાત્રીના જ જી.ઇ.બી.ના ચુનંદા સ્‍ટાફ એ દોડી આવી આગની લપેટમાં આવી ગયેલી દુકાનોની લાઇટ ના કનેકશન કાપી વધુ આગ લાગતા અટકાવી સરાહનીય કામગીરી કરી હતી. જસદણની અગિ્નસામક બંબા વિંછીયા આવે તે પહેલા ત્રણ દુકાનો બળીને ખાખ થઇ ગઇ હતી.

 મોટુ નુકશાન થઇ ગયું હતું. રાત્રીના અફડા તફડી ના માહોલમાં વિંછીયા પોલીસ હોમગાર્ડ સ્‍ટાફ જી.આરડી ના યુવાનો સહિત સેવાભાવી યુવાનો દોડી આવી સોૈની મદદએ રહયા હતા.

આ આગ અન્‍ય કોઇ નજીકની દુકાનોમાં ન લાગે તે માટે બાજુના દુકાનદારોએ પોતાનો માલ ત્રણ વાગ્‍યાથી સવારના છ વાગ્‍યા સુધીમાં કાઢી લીધો હતો. આગ લાગ્‍યા પછી સ્‍થાનિકો એ વિંછીયામાં કોઇ ફાયર બ્રિગેડની સુવિધા ન હોવાથી જસદણ ફાફર વિભાગને જાણ કરી હતી.

પરંતુ તેમને લાંબુ અંતર કાપવાનુ હોય તેથી આગ એ વિકરાળ સ્‍વરૂપ ધારણ કરતા, સ્‍થાનિકોએ પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓએ વીજપુરવઠો બંધ કરાવી આગ ઓલવાનું કાર્ય કર્યુ હતું. ત્‍યારબાદ જસદણ ફાયર વિભાગ આવતા તેમના ફાયટરો એ આગ બુઝાવતા આ આગ ત્રણ કલાકની જહેમત બાદ બુઝાતા સ્‍થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વિંછીયા ગામમાં તાલુકો જાહેર કર્યો ને વર્ષોના વ્‍હાણા વિતી ગયા હોવા છતાં ફાયર ફાયટરની સુવિધા નથી, ત્‍યારે ભવિષ્‍યમાં કોઇ આગજની ના બનાવ ન બને તે માટે આ સુવિધા ઉભી કરવા ગ્રામ્‍યજનોમાં માંગણી ઉઠવા પામી  છે.

આ આગ અંગે દુકાન માલીકોને કેટલું નુકશાન થયું છે તે આ લખાય સુધી નોંધ કરવામાં આવી નથી.

 

(11:46 am IST)