Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

મોરબીમાં કોરોના મહામારી વચ્ચે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોની સેવા

મોરબી શહેર વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ ની આખી ટીમ જેમાં વિહીપ મોરબી શહેર પ્રમુખ કમલેશભાઈ બોરીચા, બજરંગદળ મોરબી શહેર સંયોજક ચેતનભાઈ પાટડીયા તથા ચિરાગભાઈ પરમાર, જીતુભાઈ ચાવડા, વિક્રમભાઈ શેઠ, કરણભાઈ પરમાર તથા કાર્યકર્તા દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલે કરવામા આવતા સેવાકીય કાર્ય જેવા કે પોઝિટિવ દર્દીને ચા-નાસ્તો અને જમવાનું પૂરું પાડી રહ્યા છે આ ભગીરથ કાર્ય છેલ્લા ૨૦-૨૫ દિવસ થી સતત ચાલુ છે.

વિહીપ -બજરંગદળના ૧૦-૧૫ કાર્યકર્તા ૨૪ કલાક મોરબી સિવીલ હોસપીટલે હાજર જ હોય છે અને ત્યાં દાખલ બધા દર્દીઓની સેવા કરે છે તથા કોઈ પણ દર્દી ને કંઈ પણ મુશ્કેલી હોય તો તેનું સમાધાન પણ વિહીપની ટિમ દ્વારા કરવામાં આવે છે. વિહીપ હોદ્દેદારો દ્વારા આવી મહામારી અને સંકટ ની પરિસ્થિતિમાં જે લોકો ને ઓકસીજન ની જરૂરીયાત હોય તો એ પણ પુરી કરવામાં આવે છે. કોઈ દર્દી ને હોસપીટલ મા ઓકસીજન બેડની જરૂર હોય કે વેનટીલેટર વાળા બેડની જરૂર અથવા તો દવા કે ઈંજેકસનની પણ શક્ય હોય ત્યાં સુધી મોરબી કે મોરબીની બહાર વ્યવસ્થા કરી આપવામા આવે છે.

વિહીપના અગ્રણી પંકજભાઈ દ્વારા ઓકસીજનના ૨ મશીન પોતે ખરીદી નિશુલક સેવામા ઓકસીજનની બોટલ તથા વાલ્વ કીટ સાથે આપવામાં આવ્યા છે વિહીપ શહેર મંત્રી કમલભાઇ દવે, કૃષપભાઈ રાઠોડ, ભાવિકભાઈ ભટ્ટ દ્વારા પણ હોસપીટલમા દર્દી માટે મોરબીમા જગ્યા ના મળે તો મોરબી બહાર જગ્યા કરી આપવામા આવે છે

(11:52 pm IST)