Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

મોરબી આરોગ્ય કર્મચારી અને પોલીસ કર્મચારી તાત્કાલિક સારવાર આપવા બાબતે જીલ્લા કલેકટરને રજૂઆત

મોરબી જિલ્લામાં કોરોનાની કહેર વચ્ચે પોતાની જવાબદારી નિભાવી રહ્યા મોરબી જિલ્લા પોલીસ સતત 24 કલાક પોતાના જીવ જોખમમાં મૂકી લોકોની સેવામાં તત્પર હોય તેમજ આરોગ્ય કર્મચારી જે સતત કોરોનાના દર્દીના સમપર્કમાં હોય દર્દીની સારવાર કરતા હોય તેના માટે તમારી પાસે વિનંતી કરી છીએ  ઓકિસજન બેડ વેન્ટિલેટર બેડ રેમદિસિવીર ઇંજીકસન જેવી તાત્કાલિક સુવિધા આપો જેથી પોલીસ કર્મચારી અને આરોગ્ય કર્મચારી જલદી સારવાર મળી જાય અને લોકો ની સેવામાં જોડાય જાય કોરોના મુક્ત ગુજરાત બને તેમ મોરબી શહેર ભાજપ અનું. જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ એન. પરમારે જણાવ્યું છે

(11:04 pm IST)