Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

શનિવારથી ગાંધીધામથી કોલકાતા વચ્ચે વન-વે સ્પેશિયલ ટ્રેન દોડશે

સવારે ૬ કલાકે ગાંધીધામથી ઉપડશે અને ત્રીજા દિવસે સવારે ૪ કલાકે કોલકાતા પહોંચશે: ભચાઉ, સામખિયાળી, અમદાવાદ, વડોદરા, સુરત, નંદુરબાર, જલગાંવ, ભુસાવળ, અકોલા, બડનેરા, વર્ધા, નાગપુર, ગોંડિયા, દુર્ગ, રાયપુર, ઝારસુગુડા, રાઉરકેલા, રાંચી, બોકારો સ્ટીલ સિટી, ધનબાદ, આસનસોલ, વર્ધમાન અને બુંદેલ સ્ટેશનો પર રોકાશે

ભુજ : પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સંખ્યાને ધ્યાનમાં રાખીને ગાંધીધામ અને કોલકાતા વચ્ચે વન-વે સ્પેશિયલ ટ્રેન ૧ મેના રોજ દોડાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર ૦૯૪૧૭ ગાંધીધામ - કોલકાતા સ્પેશિયલ ૧ મેને શનિવારે સવારે ૬ કલાકે ગાંધીધામથી ઉપડશે અને ત્રીજા દિવસે સવારે ૪ કલાકે કોલકાતા પહોંચશે. આ ટ્રેન માર્ગમાં ભચાઉ, સામખિયાળી, અમદાવાદ, વડોદરા, સુરત, નંદુરબાર, જલગાંવ, ભુસાવળ, અકોલા, બડનેરા, વર્ધા, નાગપુર, ગોંડિયા, દુર્ગ, રાયપુર, ઝારસુગુડા, રાઉરકેલા, રાંચી, બોકારો સ્ટીલ સિટી, ધનબાદ, આસનસોલ, વર્ધમાન અને બુંદેલ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને સેકન્ડ સીટિંગના રિઝર્વ કોચ રહેશે. ટ્રેન નંબર ૦૯૪૧૭નું પેસેન્જર આરક્ષણ ૩૦ એપ્રિલના તમામ કોમ્પ્યુટરાઇઝ્‌ડ યાત્રી આરક્ષણ કેન્દ્ર અને આઈઆરસીટીસી વેબસાઇટથી શરૂ થશે. ટ્રેનોની રચના, આવર્તન, ઓપરેટિંગ દિવસો અને ટ્રેનોના સ્ટોપેજ તથા ટ્રેનોના આગમન અને પ્રસ્થાનની વિસ્તૃત માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે. નોંધનીય છે કે કન્ફર્મ ટિકિટ વાળા મુસાફરોને જ આ સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી કરવાની છૂટ રહેશે

(8:30 pm IST)