Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

ઓખામાં ક્રિકેટના સટ્ટા પર પોલીસનો દરોડોઃ એક ઝડપાયો

પોલીસે રોકડ, મોબાઇલ, સેટઅપ બોક્ષ, ટીવી સહિત રપ હજારનો મુદામાલ કબ્જે કર્યોઃ રાજકોટના બે શખ્સોના નામ ખુલ્યા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.ર૯ : ઓખા ગાંધીનગરી ભુંગા વિસ્તારમાં શખ્સ આઇડી પાસવર્ડના આધારે ક્રિકેટનો સટ્ટો રમાડતો હોવાની બાતમીના આધારે પોલીસે તપાસ કરી દરોડો પાડતાં હિરેન રતિલાલ લાલ નામના શખ્સને રોકડ, મોબાઇલ, ટીવી સેટઅપ બોક્ષ સહિત રૂ.રપ૧પ૦ના મુદામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી પુછપરછ કરતા તે રાજકોટના રોજ અને મહેબુબનું નામ આપતા પોલીસેએ બને વિરૂધ્ધ પણ ગુનો નોંધી ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

(12:59 pm IST)