Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદ બાદ પણ અસહ્ય ઉકળાટ યથાવત

રાજકોટ,તા. ૨૯ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં દરરોજ સાંજના સમયે કમોસમી વરસાદ વરસાદ વરસી જાય છે તેમ છતા દરરોજ અસહ્ય ઉકળાટ યથાવત રહે છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કાલે સાંજે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો અને સાથે કરા પણ પડયા હતા. પડધરી - લોધીકૉં- ટંકારા પંથકમાં માવઠું વરસ્યું હતું રાજકોટમાં બપોરના સમયે રાત્રી જેવું અંધારું છવાયા બાદ કોઈ - કોઈ જગ્યાએ પવન સાથે વરસાદ વરસ્યો હતો.

પડધરી

(મનમોહન બગડાઈ દ્વારા) પડધરીઃ  રાજકોટ - જામનગર હાઇવે ઉપર આવેલ પડધરી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે કરા સાથે કમોસમી વરસાદ ચાલુ થયો હતો વરસાદ વરસ્યા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

ખીરસરા

(ભીખુપરી ગોસાઈ દ્વારા) ખીરસરા :  રાજકોટ જિલ્લાના લોધિકા ના ધુળીયા દોમડામાં વરસાદ પડ્યો હતો.

ટંકારા

ટંકારામાં કાલે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં હવામાનમાં અચાનક પલટો આવવાની સાથે મસમોટા કરાનો વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે.

ટંકારા પંથકમાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં બદલાવ આવ્યો હતો અને સાવડી, સરાયા, નેસડા, જબલપુર અને સજનપર સહિતના ગામડાઓમાં કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોના ઉનાળુ તલીના વાવેતર ઉપર ખતરો મંડરાઈ રહ્યો છે.

ટંકારા પંથકમાં ગાજવીજ સાથે ખાબકેલા કમોસમી વરસાદથી લોકોમાં રીતસર ભાગદોડ મચી ગઇ હતી અને કરા પણ મોટા મોટા પડતા હોય લોકો કરા થી બચવા માટે દોડાદોડ કરવા લાગ્યા હતા.

છેલ્લા ૩ દિવસથી રાજકોટ શહેરમાં વાતાવરણ સતત બદલાઇ રહ્યું છે. જેમાં સવારથી બપોર સુધી તાપમાન ૪૧ ડિગ્રી નજીક રહે છે. ત્યારબાદ હવામાનમાં પલટો થા ધૂળની ડમરીથી પણ ઉડી અને હળવા ઝાપટાં પણ પડે છે. એવી જ રીતે રાજકોટ શહેરમાં ગઇકાલે રોજ મહતમ તાપમાન ૪૧.૫ ડિગ્રી નોંધાયું હતુ. અને બપોર બાદ હવામાન બદલાતા વાદળ ઝાપટાં પડતા લોકોને ગરમીથી આંશિક રાહત પણ મળી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩૭ મહતમ, ૨૬ લઘુતમ, ૮૬ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭.૩ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(12:58 pm IST)