Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

સાવરકુંડલામાં આમ આદમી પાર્ટી દ્વારા પ૦ બેડની કોવીડ હોસ્પટલ તૈયાર

એમ.ડી. ડોકટર્સ મળે તો તાલુકાના દર્દીઓને વિનામુલ્યે સારવાર મળે

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ૨૯ : કોરોનાએ ભારત આખામાં અજગરે ભરડો લીધો છે. તેમાયે ગુજરાત રાજયમાં છેલ્લા દિવસથી રોજ-બરોજ કોરાનાના દર્દીઓની સંખ્યા કુદકે ભુસકે વધી રહી છે. ત્યારે સરકારી પણ પોતાની રીતે પરિસ્થિતિ થાળે પાડવા પ્રયત્નશિલ છે. તો અનેક સેવાભાવી સંસ્થાઓ વ્યકિતઓ રાજકિય પાર્ટીઓ પણ કોરાનાના કપરાકાળામાં જનતાની વહારે આવ્યા છે. અને પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરી કોરાનાથી પીડાતા દર્દીઓને રાહત આપવા કમર કસી છે ત્યારે સાવરકુંડલા તાલુકા આદમી પાર્ટી દ્વારા પણ સાવરકુંડલા શહેર અને પંથકના દર્દીઓ માટે જેસર રોડ ઉપર આવેલા રાધે ફાર્મમાં પચાસ બેડનું કોવિડ કેર સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. જે સેન્ટરમાં ઓકસીજન સહિત સારવાર માટેના તમામ સાધનો-દવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંત વર્તમાન આરોગ્ય લક્ષી કટોકટીમાં એમ.ડી.ડોકટર્સ મળવા મુશ્કેલ બની રહ્યા હોય હાલ તમામ તૈયારી સાથેનું આ કોવિડ સેન્ટર ચાલુ થઇ શકતું નથી તાલુકા આમ આદમી પાર્ટીના ભરતભાઇ નાાણીએ જો કોઇ એમ.ડી. ડોકટર્સ આ કોવીડ કેર સેન્ટરમાં પોતાની સેવા આપી શકે તેમ હોય તો તુરંત તેમનો સંપર્ક કરવા જણાવાયું છેે. એમ.ડી. ડોકટર્સને રહેવા જમવા અને અન્ય તમામ સુવિધા ઉપરાંત તેમનો ચાર્જહોય તે પણ પુરતો આપવાની તૈયારી બનાવી હોય સેવા આપવા માંગતા ડોટકરશ્રીઓએ ભરતભાઇ નાકરાણી મો.૯૬૩૮૦ ૬૩૯૯૮ અને વિશાલભાઇ રાદડીયા મો.૭પ૬૭૩ ૧૦ર૦૬ ઉપર સંપર્ક સાધવા અપીલ કરી છે.

એમ.ડી. ડોકટર મળી જાય તો સાવરકુંડલા શહેર અને તાલુકાના કોરોના દર્દીઓ માટે ઘર આંગણે સુવિધા વિનામુલ્યે મળી રહેશે તેમ ભરતભાઇ નાકરાણીએ જણાવ્યું છે.

(12:56 pm IST)