Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ ચાવડા સંક્રમિત

ખંભાળિયા શહેરમાં કોરોના વ્યાપક...બે-ત્રણ તબીબો તથા ભાજપ અગ્રણી સંક્રમિત થયા !!

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૨૯ :. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના મહામારીમાં સંક્રમણના કેસો વ્યાપક થયા છે. જેમાં સરકારી તથા ખાનગી હોસ્પીટલના ત્રણેક તબીબ પણ કોરોના પોઝીટીવમાં સંક્રમિત થઈ ગયા છે તો પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ ચાવડા તથા તેમના પરિવારના અન્ય બે વ્યકિતઓ પણ કોરોના સંક્રમિત થયા છે.

અગાઉ ભાજપના પૂર્વ મહામંત્રી તથા પૂર્વ પાલિકા પ્રમુખ દિનેશભાઈ દત્તાણી, ભાજપ ખંભાળિયા પ્રમુખ અનિલભાઈ તન્ના, પાલિકા પ્રમુખના પતિ જીજ્ઞેશભાઈ, પાલિકા સદસ્ય મહેશભાઈ રાડીયા વિ. પણ કોરોના સંક્રમિત થઈ ગયા હતા.

જામનગર રોડ પર નાયરા કંપનીના કવાર્ટરમાં પણ કોરોના સંક્રમણ વ્યાપક થતા કંપનીના એચ.આર. વિભાગના અવધેશ પાઠક પણ કોરોના સંક્રમિત થયા છે તો ખંભાળિયામાં કેટલાક વેપારી પરિવારો પણ કોરોનામાં સંક્રમિત થઈ ગયા છે.

(12:56 pm IST)