Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

રાહતઃ જુનાગઢ સિવિલમાં વેઇટીંગના કોવીડ દર્દીઓ માટે પણ સારવાર શરૂ કરાવતા કલેકટર ડો. સૌરભ પારધી

૪૦ બેડ વધારાયા-ક્રમશઃ પેશન્ટને દાખલ કરાવાશે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૯: જુનાગઢ સીવીલમાં વેઇટીંગમાં કોવીડ દર્દીઓ માટે પણ કલેકટર ડો. સૌરભ પારધી દ્વારા સારવાર શરૂ કરાવવામાં આવતા દર્દીઓમાં રાહત પ્રસરી છે.

જુનાગઢ શહેર જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જુનાગઢ સીવીલ હોસ્પિટલમાં દરરોજ દર્દીઓનું વેઈટીંગ સતત વધી રહ્યું છે આ સંજોગોમાં કલેકટર ડો. સૌરભ પારથીએ સંવેદનશીલ નિર્ણય લઇને વેઇટીંગમાં હોય એવા દર્દીઓને પણ સારવાર આપવા આદેશ કર્યોછે.

કલેકટર ડો. સૌરભ પારધીએ સવારે અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ છે. હાલ સિવીલમાં દર્દીઓ વધી રહ્યા હોય તાત્કાલીક અસરથી ૪૦ બેડ વધારવામાં આવ્યા છે તેમજ જે પેશન્ટ વેઇટીંગમાં હોય તેમને પણ સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવેલ કે, વેઇટીંગમા હોય એવા દર્દીઓને પ્રાથમીક સારવાર આપવાની સાથે વોર્ડમાં જેમ જગ્યા થતી જશે તેમ ક્રમશઃ દાખલ કરવામાં આવશે અને તેમને ઓકિસજન સહિતની સારવાર અપાશે.

(12:54 pm IST)