Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

જુનાગઢમાં બે યુવાનનો ગળા ફાંસો ખાઇ આપઘાત

એકે બિમારીથી કંટાળીને મોતને મીઠુ કર્યુ, બીજા કારણ અકળ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૯ : જુનાગઢમાં બે યુવાને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

જુનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલ વ્રજવાટીકા સોસાયટીમાં રહેતા હરેશભાઇ હમીરભાઇ કરંગીયા (ઉ.ર૮) નામના યુવાને ગત રાત્રે ઇલેકટ્રીક પંખા સાથે લુંગી વડે લટકીને ગળાફાંસો ખાઇ લીધો હતો.

મરનાર યુવાનને ઘણા સમયથી પેટના દુઃખાવની બિમારી હતી જેની દવા-સારવાર કરાવવા છતા પણ દુઃખાવો દુર ન થતા રાત્રે તેણે મોતની સોડ તાણી લેતા ગમગીની વ્યાપી ગઇ હતી.

બીજા એક બનાવમાં જુનાગઢ શહેરના ગોધાવાવ વાડી વિસ્તારમાં રહેતા આર્દશ અશોકભાઇ વાઘેલા (ઉ.૧૯) નામના યુવાને મોડી રાત્રે ગળા ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.

આ યુવકના આપઘાત પાછળનું કારણ બહાર આવેલ નથી એડીવીઝન પોલીસ વિશેષ તપાસ ચલાવી રહી છે.

(12:53 pm IST)