Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

જુનાગઢમાં સરકારી હોસ્પિટલ પાસે પાન-બીડી તમાકુનું વેચાણ બંધ કરાવતા સિવીલમાં ઘુસી ગયા

લોકોને હજુ સમજવુ જ નથી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૯ : જુનાગઢમાં સંક્રમણ સતત વધી રહયુ છે છતાં સવારે સરકારી હોસ્પિટલ પાસે પાન-બીડી, તમાકુનું વેચાણ બંધ કરાવતા આ શખ્સો સિવીલમાં ઘુસી ગયા હોવાનું જાણવા મળેલ છે.

જુનાગઢ શહેરમાં ગઇકાલની મીની લોકડાઉન છે સંક્રમણ વધે નહિ તે માટે ચા-પાન, બીડી સહિતની દુકાનો વેપાર બંધ રાખવા આદેશ કરાયો છે.

આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો મેડીકલ સ્ટોર જ ખુલ્લા રાખવા જણાવ્યું છે છતાં અત્રે મજેવડી દરવાજા બહાર આવેલ નથી. સિવીલ હોસ્પિટલ પાસે પાન-બીડી તમાકુનું વેચાણ થતુ હતુ.

આથી આ વેચાણ બંધ કરાવાતા પાન-બીડી તમાકુનાં ફેરિયા સિવિલનાં પ્રાંગણમાં ઘુસી જતાં પોલીસે દોડી જઇને તમામને બહાર કાઢયા હતા.

(12:53 pm IST)