Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

જામનગરની ડેન્ટલ કોલેજમાં રિલાયન્સ દ્વારા ૧૦૦૦ બેડની કોવિડ હોસ્પિટલ સપ્તાહમાં કાર્યરત

હોસ્પિટલ માટે જરૂરી સાધન સામગ્રી-ઇકિવપમેન્ટસ-આનુષાંગિક વ્યવસ્થા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કરશે - માનવબળ પુરૃં પાડવામાં રાજય સરકાર સહયોગ આપશે :જામનગર - દેવભૂમિ દ્વારકા - પોરબંદર સહિતના સૌરાષ્ટ્રના જિલ્લાના લોકો માટે કોરોના સંક્રમણ સારવારની મોટી સુવિધા મળશે : વિજયભાઇ રૂપાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને જામનગરમાં કોવિડ કેર હોસ્પિટલ શરૂ કરવા કરેલા અનુરોધનો ત્વરિત પ્રતિસાદ

ડેન્ટલ હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલો કાર્યરત કરવા માટે તૈયારીઓનો ધમધમાટ : જામનગર : રિલાયન્સ ફાઉન્ડેશન જામનગરમાં ઓકિસજન સુવિધા સાથેની ૧,૦૦૦ બેડની કોવિડ કેર સુવિધા ઊભી કરશે. નાગરિકોને તમામ સેવાઓ નિઃશુલ્ક પ્રદાન કરવામાં આવશે અને તેના પરિચાલનનો સંપૂર્ણ ખર્ચે રિલાયન્સ દ્વારા ભોગવવામાં આવશે. આગામી એક સપ્તાહમાં જામનગરની ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં ૪૦૦ બેડની કોવિડ કેર સુવિધા શરૂ થઈ જશે. ત્યારબાદ, ૬૦૦ બેડની અન્ય સુવિધા જામનગરમાં અન્ય જગ્યાએ બે સપ્તાહમાં શરૂ કરી દેવામાં આવશે. આ સુવિધા માટે જરૂરી માનવસંસાધન, મેડિકલ સપોર્ટ, સાધનો અને અન્ય ડિસ્પીસેબલ આઇટમ રિલાયન્સ દ્વારા પુરા પાડવામાં આવશે. હોસ્પિટલમાં ડોકટરો અને નર્સિંગ સ્ટાફ રાજય સરકાર દ્વારા પુરા પાડવામાં આવશે. આ હોસ્પિટલ જામનગર, ખંભાળિયા, દ્વારકા, પોરબંદર અને સૌરાષ્ટ્રના અન્ય પ્રદેશોના લોકો માટે ખૂબ જ રાહત પૂરી પાડશે. જામનગરમાં ડેન્ટલ કોલેજ ખાતે ઓકિસજન પ્લાન્ટ સાથે ૪૦૦ બેડની વ્યવસ્થા કરવા માટે યુદ્ઘના ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.(અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર,તા. ૨૯: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શ્રી મુકેશ અંબાણી સાથે વાતચીત કરીને જામનગરમાં ૧૦૦૦ બેડની ક્ષમતા સાથે ઓકિસજન વ્યવસ્થા ધરાવતી કોવિડ હોસ્પિટલ શરૂ કરવા અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અનુરોધનો ત્વરિત પ્રતિસાદ આપતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શ્રી મુકેશ અંબાણીએ ગુજરાતમાં કોરોના સંક્રમણની મહામારીની વિપદામાં જનતા જનાર્દનની સેવામાં સરકાર સાથે રિલાયન્સ પરિવાર પણ પડખે ઊભો છે તેની ખાતરી આપી હતીી.

તેમણે મુખ્યમંત્રીશ્રીની અપિલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સામાજિક ઉત્ત્।રદાયિત્વ રૂપે જામનગરમાં ૧૦૦૦ બેડની ક્ષમતા સાથેની ઓકિસજન સુવિધાઓ સહિતની હોસ્પિટલ બનાવવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધિકારીઓને સૂચનાઓ પણ આપી છેે.

શ્રી મુકેશ અંબાણીએ મુખ્યમંત્રીશ્રીને એમ પણ જણાવ્યું કે, આગામી રવિવાર સુધીમાં ૪૦૦ બેડની હોસ્પિટલ તો ઓકિસજન સુવિધાઓ સાથે જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શરૂ કરી દેવાશેે. આ હોસ્પિટલ ન્યુ ડેન્ટલ હોસ્પિટલમાં શરૂ થશે.

રિલાયન્સ ફાઉન્ડેશન જામનગરમાં ઓકિસજન સુવિધા સાથેની ૧,૦૦૦ બેડની કોવિડ કેર સુવિધા ઊભી કરશે. નાગરિકોને તમામ સેવાઓ નિઃશુલ્ક પ્રદાન કરવામાં આવશે અને તેના પરિચાલનનો સંપૂર્ણ ખર્ચ રિલાયન્સ દ્વારા ભોગવવામાં આવશે. આગામી એક સપ્તાહમાં જામનગરની ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં ૪૦૦ બેડની કોવિડ કેર સુવિધા શરૂ થઈ જશે. ત્યારબાદ, ૬૦૦ બેડની અન્ય સુવિધા જામનગરમાં અન્ય જગ્યાએ બે સપ્તાહમાં શરૂ કરી દેવામાં આવશે.

આ સુવિધા માટે જરૂરી માનવસંસાધન, મેડિકલ સપોર્ટ, સાધનો અને અન્ય ડિસ્પોસેબલ આઇટમ રિલાયન્સ દ્વારા પૂરા પાડવામાં આવશે. હોસ્પિટલમાં ડોકટરો અને નર્સિંગ સ્ટાફ રાજય સરકાર દ્વારા પૂરા પાડવામાં આવશે. આ હોસ્પિટલ જામનગર, ખંભાળિયા, દ્વારકા, પોરબંદર અને સૌરાષ્ટ્રના અન્ય પ્રદેશોના લોકો માટે ખૂબ જ રાહત પૂરી પાડશે.

રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર-ચેરપર્સન શ્રીમતી નીતા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, 'ભારત કોવિડના કારણે અભૂતપૂર્વ પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે અમે અમારાથી બનતી રીતે મદદ કરવા માટે પ્રતિબધ્ધ છીએ. હાલના સંજોગોમાં વધારાની આરોગ્યસંભાળ સુવિધાઓ સૌથી મહત્વપૂર્ણ બાબત જરૂરીયાત છે. રિલાયન્સ ફાઉન્ડેશન જામનગર, ગુજરાતમાં માટે ઓકિસજન સાથેની ૧૦૦૦ બેડની હોસ્પિટલ તૈયાર કરી રહ્યું છે. ૪૦૦ બેડ સાથેનો પહેલો તબક્કો એક સપ્તાહ તૈયાર થઈ જશે, જયારે બાકીના ૬૦૦ બેડ માટે વધુ એક સપ્તાહ લાગશે. આ હોસ્પિટલ ગુણવત્ત્।ાસભર સંભાળ નિઃશુલ્ક રીતે પૂરી પાડશે. આ રોગચાળાના પ્રારંભથી જ રિલાયન્સ ફાઉન્ડેશન ભારતીયો સાથે ખભે ખભો મિલાવીને ઊભું છે. મૂલ્યવાન જીવન બચાવવા માટે અથાગ કાર્ય કરવાનું અમે ચાલુ રાખીશું. સાથે મળીને આપણે આ લડાઇ જીતી શકીશું અને જીતીશું.'

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રૂપ પ્રેસિડેન્ટ શ્રી ધનરાજ નથવાણીએ જણાવ્યું હતું કે, 'આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આ કોવિડ રોગચાળા દરમિયાન ભારતના લોકો માટે અથાગ રીતે કાર્ય કરી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ આ કપરા કાળ દરમિયાન ગુજરાતના લોકો માટે કોવિડ કેર સુવિધાઓ સ્થાપવા માટે ખૂબ જ પરિશ્રમ કરી રહ્યા છે. રિલાયન્સના સી.એમ.ડી. શ્રી મૂકેશ અંબાણી ગુજરાતના કોવિડના દર્દીઓ માટે કોવિડ કેર સુવિધા પૂરી પાડવા માટે આગળ આવ્યા છે. અમારા સી.એમ.ડી.ના નેતૃત્વમાં રિલાયન્સની ટીમ શકય તેટલા ટૂંકા સમયગાળામાં આ બે કોવિડ કેર સુવિધાઓ ઊભી કરવા માટે કામ કરી રહી છે.'

રિલાયન્સ કોઇપણ મોટી આફતમાં હંમેશા મદદ પૂરી પાડતી આવી છે અને છેલ્લાં એક વર્ષથી જયારે ભારતમાં કોવિડ-૧૯ રોગચાળો ફાટી નિકળ્યો છે ત્યારે રિલાયન્સ ગુજરાત અને દેશના લોકોને મદદ કરવા માટે અનેક મોરચાઓ પર અથાગ રીતે કામ કરી રહી છે. રિલાયન્સ ગુજરાત અને અન્ય કેટલાક રાજયોને ઓકિસજન પૂરો પાડી રહી છે. રિલાયન્સ મુંબઈમાં નિઃશુલ્ક રીતે કોવિડ સંભાળ પૂરી પાડી રહી છે, જયાં ૮૭૫ કોવિડ બેડની સુવિધાનું સંચાલન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જામનગર અને મુંબઈમાં મળીને રિલાયન્સ ૧,૮૭૫ બેડની કોવિડ સંભાળ સુવિધા ઊભી કરશે અને તેનું સંચાલન કરશે.

(12:50 pm IST)