Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

ગોંડલના અજયસિંહ જાડેજાની હત્યામાં પોલીસને મહત્વની કડી મળી : સાંજ સુધીમાં ભેદ ઉકેલાઇ જવાની શકયતા

મિત્રો સાથે નશો કરવા બેઠા ત્યારે ઝઘડો થતા પતાવી દીધાની શંકા

ગોંડલ સૈનિક સોસાયટીના બે દિવસથી ગુમ યુવાનની હથિયારોના ઘા મારી રહેશી નાખેલી હાલતમાં કુવામાંથી લાશ મળી હતી. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

રાજકોટ,તા. ૨૯: ગોંડલમાં કાલે અજયસિંહ જાડેજાનો કુવામાંથી હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળ્યા બાદ પોલીસને મહત્વની કડી મળી છે અને સાંજ સુધીમાં ભેદ ઉકેલાય જાય તેવી શકયતા છે.

હાલમાં ગોંડલ સીટીપીઆઇ સંજયસિંહ જાડેજા અને ટીમે તપાસ હાથ ધરી છે.

ગોંડલ મામલતદાર, ગોંડલ સીટી પોલીસ સ્ટેશનના અધિકારી -જવાનો, લોકલ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ-જવાનો એફ.એસ.એલ સહિતની ટીમો ઘટનાસ્થળે દોડી ગયા છે. એફએસએલની મદદ લેવાઇ છે.

ગોંડલનો અહેવાલ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : કાશીવિશ્વનાથ રોડ, રામજી મંદિર પાછળ આવેલ સૈનિક સોસાયટીમાં રહેતા અને કોલેજના અભ્યાસ સાથે ખેતીવાડી સાંભળતા અજયસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. ૨૧)ની ખોડિયાર એગ્રો પાછળ રૂપારેલના માર્ગ ઉપર આવેલ મૂળ રિબડાના હાલ રાજકોટ રહેતા દીપકભાઈ બચુભાઈ ખૂંટની વાડીના કુવામાંથી તીક્ષ્ણ હથિયાના દ્યા મારી પથ્થર સાથે બાંધેલી હાલતમાં લાશ મળી આવતા સીટી પીઆઇ એસએમ જાડેજા સહિતનાઓએ દોડી જઇ લાશનો કબ્જો લઈ પીએમ માટે હોસ્પિટલે ખસેડી તપાસના ચક્રોગતિમાન કર્યા હતા.

અજયસિંહ ભાઈ-બહેનના પરિવારમાં માતા સાથે રહેતા હતા અને પિતાનું વર્ષો પહેલા અવસાન થયું હોય દ્યરના આધાર સ્તંભ સમાન હતા, રવિવારના સાંજે સાત વાગ્યે ૧૦ મિનિટમાં આવું છું તેવું કહી દ્યરેથી નીકળ્યા હતા બાદમાં મોડે સુધી દ્યરે ન આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી બાદમાં પોલીસમાં ગુમસુધા ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.

(12:49 pm IST)