Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

જૂનાગઢ રેડક્રોસમાં ૬ હજારને વેકસીન

જૂનાગઢ : જૂનાગઢ રેડક્રોસ ખાતે કોવિડ ૧૯ વેકસીનમાં તા. ૨૬.૦૪.૨૦૨૧માં એક મહિનાની અંદર ૬૦૦૦ લોકોએ લાભ લીધો ..દરરોજ સમગ્ર દિવસ દરમિયાન પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, કોર્પોરેટર હિતેન્દ્રભાઈ ઉદાણી,  ખમીરભાઈ મજમુદાર, અને આશુતોષ બુચ અને બાલામામા રેડક્રોસ ખાતે સેવા આપી રહયા છે અને હેલ્થ અર્બન સેન્ટરના સ્ટાફના માયાબેન જોશી (ANM), લલિતાબેન ચાવડા (ANM), દિપક પરમાર, પ્રશાંત ચાવડા  અને ધર્મેશ રાઠોડએ મહેનત કરે છે તેમજ કોર્પોરેટર હિતેન્દ્રભાઈ ઉદાણીએ પોતે વેકશીન લઇ અને લોકોને વેકસીન લેવા માટે પ્રોત્સાહિત કર્યા છે.

(11:45 am IST)