Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં મીની લોકડાઉનના કારણે બજારો બંધ

જીલ્લા-તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણ અટકાવવા ધંધા-રોજગાર બંધ રાખતા વેપારીઓ

પ્રથમ તસ્વીરમાં મોટી પાનેલીમાં મિટીંગ, બીજી તસ્વીરમાં ધોરાજીમાં બંધ અને ત્રીજી તસ્વીરમાં ઢાંક બંધ નજરે પડે છે.

રાજકોટ,તા. ૨૯: કોરોના સંક્રમણ અટકાવવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મીની લોકડાઉનનો અમલ શરૂ કરાયો છે અનેક શહેરોમાં સરકારના આદેશથી જગ્યાએ સ્વૈચ્છીક બંધનો અમલ શરૂ કરાયો છે.

જીલ્લા, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ધંધા -રોજગાર બંધ રાખીને વેપારીઓ સહયોગ આપી રહ્યા છે.

ઢાંક

(પંજકગીરી ગોસ્વામી દ્વારા) ઢાંક : ઉપલેટા તાલુકાના ઢાંકમાં ચાલી રહેલી કોરોનાની મહામારીને કારણે છેલ્લા ૧૫ દિવસથી તો બપોર બાદ સંપૂર્ણ લોકડાઉન પાળવામાં આવી રહ્યું હતું. પરંતુ કોરોના કાબુમાં નહિ આવતા સતત વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને ૮ દિવસનું આખો દિવસ સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે.

ઢાંકમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. અત્યાર સુધીમાં ૨૦ થી વધારે લોકોના મૃત્યુ થયા છે. તેથી કોરોનાને કાબુમાં લેવા માટે ૮ દિવસનું સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કરવાની ફરજ પડી છે. લોકોના સ્વાસ્થ્ય માટે ઢાંક ગામમાં સંપૂર્ણ લોકડાઉનનું પાલન કરવામાં આવી રહ્યું છે.

ધોરાજી

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી : ધોરાજી સમગ્ર વિશ્વને કોરોનાએ ભરડામાં લીધા છે. ત્યારે આના બચવાના ઉપાયના ભાગ રૂપ લોક (), વારંવાર હાથ ધોવા, માસ્ક બાધવું વગેરે નિયમો બનાવેલ છે અને લોકો () કર્યા વીના કેશો વધતા કોરોનાની સાકળ તોડવા ધોરાજીના વેપારીઓ ગુરૂવારથી ગુરૂવાર લોકડાઉન રાખેલ છે. જેના અનુસંધાને આજે વેપારીઓ બંધ પાડેલ અને () દુકાન નિયમ મુજબ ખુલ્લી રહેલ હતી.

મોટી પાનેલી

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી :ઉપલેટાના મોટી પાનેલીમાં વધી રહેલા કોરોનાં કેસ અને મૃત્યુથી વધુ પાંચદિવસનું લોકડાઉન લગાવ્યું છે કોરોનાંથી થતા જુવાનજોધ મૃત્યુથી લોકોમાં ભારે ફફળાટ મચ્યો છે ગામમાં રોજ પંદર જેટલાં કેસ સામે આવી રહ્યા છે રોજના મૃત્યુદર પણ વધી રહ્યા છે જેને લીધે ગ્રામપંચાયત દ્વારા તમામ આગેવાનો અને વેપારી મંડળના સહયોગ થી ગામમાં સખ્ત અને કડક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવેલ બુધવારથી રવિવાર પાંચદિવસ સુધી શાકભાજી સહીતની તમામ દુકાનો લારી ગલ્લા બંધ રાખવાનું ફરમાન કરવામાં આવેલ છે બહારથી આવતા ફેરિયા કે પાથરણાવાળા ને પણ મનાઈ ફરમાવી હોય કોઈ ફરકયું ન હતું સાથેજ જો કોઈ વેપારી નિયમ કે નિર્ણય વિરુદ્ઘ જો વેપાર ચાલુ રાખશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી કડક ચીમકી ગ્રામપંચાયત દ્વારા ઉચ્ચારવામા આવતા મોટી પાનેલી સજ્જડ બંધ રહેવા પામેલ છે ગ્રામપંચાયતની ગામહિત માટેના સખ્ત નિર્ણયને ગ્રામજનો એ આવકાર્યો હતો.

મોરબી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી : રાજય સરકારની સુચના મુજબ મોરબી જીલ્લા કલેકટર દ્વારા આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની દુકાનો બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો હોય અને જાહેરનામાંની અમલવારી માટે આજે જીલ્લા એસપીએ ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.

મોરબી જીલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો અને વેપાર ધંધા બંધ રાખવાનું જાહેરનામું અમલી બનાવ્યું હોય જેને પગલે આજે જીલ્લા એસપી એસ આર ઓડેદરાએ જાતે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું તેમની સાથે એસઓજી પીઆઈ જે એમ આલ સહિતની ટીમે માર્કેટમાં છૂટછાટ આપેલ સિવાયની ખુલ્લી દુકાનો બંધ કરાવી હતી તેમજ તમામ લોકો નિયમોનું પાલન કરે તેવી અપીલ કરી હતી તેમજ ગુરુવારથી દુકાનો ખોલનાર સામે કડક કાર્યવાહી કરાશે તેમ પણ જણાવ્યું હતું.

(11:43 am IST)