Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

મોરબી સિરામીક એસો દ્વારા ૬૫ ટન ક્ષમતાવાળો ઓકિસજન પ્લાન્ટ ઉભો કરાયો

પ્લાન્ટને સમયસર લીકવીડ કોટા મળે તો દર્દીઓને સમયસર ઓકિસજન મળી શકે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૨૯ : મોરબીની અલગ અલગ સંસ્થાઓના કોવિડ સેન્ટર અને પૃાઈવેટ હોસ્પિટલ વાળાઓ ને બીજા જીલ્લામા રીફીલીંગ માટે મોકલવામા આવતા ઓકિસજન સીલીન્ડરમા વધુ સમય લાગે છે અને જે તે જીલ્લાના કલેકટરના આદેશ મુજબ પાબંદી હોવાથી અને મર્યાદિત કોટો હોવાથી મોરબીની અલગ અલગ સંસ્થાઓના કોવિડ સેન્ટર અને પૃાઈવેટ હોસ્પિટલોને સમયસર ઓકિસજન ના મળતા મોટી હેરાનગતિ થઈ રહી છે

દર્દીઓની મુશ્કેલીમા વદ્યારો થાય છે જેથી મોરબી સિરામિક એસો દ્વારા ઓકસીજન પ્લાન્ટ ઉભો કરાયો છે અને હવે પ્લાન્ટને સમયસર લીકવીડ કોટો મળી જાય તો મોરબીના તમામ જરૂરીયાત વાળા દદીઁને સમયસર ઓકિસજન મળી રહેશે.

(11:34 am IST)