Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘ ઉપપ્રમુખ દીપકભાઇ માલાણીનું સી.આર.પાટીલના હસ્તે સન્માન

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૨૯ : ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે અમરેલી જિલ્લા ખરીદ વેચાલ સંઘના ઉપપ્રમુખ અને સહકારી ક્ષેત્રના કદાવર અને ભામાશા એવા દીપકભાઈ માલાણીનું સન્માન કરવામાં આવ્યું.

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ અમરેલી જિલ્લાના સાવરકુંડલાની મુલાકાતે પધારેલા તે વેળા એ અમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાલ સંઘના ઉપપ્રમુખ અને સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રે ખૂબ આગવું નામ વધારીયું છે તેવા અને સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડના ચેરમેન અને અનેક સહકારી સંસ્થા સાથે સંકળાયેલા દીપકભાઈ માલાણીનું ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતું.

આ સન્માન કાર્યક્રમ પ્રસંગે અમરેલી જિલ્લા અને સાવરકુંડલા શહેર અને તાલુકા ભાજપના હોદેદારો આગેવાનો ઉપસ્થિત રહેલ હતા.

(10:20 am IST)