Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

લાઠીના હાવતડ ગામે પીવાના પાણીનો કકળાટ ગ્રામ્ય મહિલાઓ રણચંડી બની : બેડા સરઘસ

જાહેર ચોકમાં એકઠા બની બેડા અથડાવી પાણી આપવા જાહેર પોકાર કર્યો

લાઠી તાલુકાના ૨૦૦૦ ની વસ્તી ધરાવતા હાવતડ ગામે પીવાના પાણી મુદ્દે મહિલા વર્ગે રણચંડી બની અને ગ્રામ્ય ક્ક્‌ષાએ બેડા સરઘસ કાઢી પાણી આપવાના પોકારો કરી અને આવનારા સમયમાં યોગ્ય નહી થાય તો તાલુકા જીલ્લાની કચેરીમાં ઘેરાવ કરવા અંગે ચીમકી ઉચ્ચારવા માં આવી હતી

  હાવતડ ગામે રહેતી ૫૦૦ થી વધુ ગૃહિણી દ્વારા આજે બપોર ના સમયે ગ્રામ્ય ક્ક્‌ષાએ એકત્ર બની ખાલી બેડા સાથે ગ્રામ્ય ફૂટમાર્ચ બાદ જાહેર ચોકમાં એકઠા બની બેડા અથડાવી પાણી આપવા જાહેર પોકાર કરવા માં આવ્યા હતા

 મહિલા વર્ગ ના જણાવ્યા મુજબ વિશ વિશ દિવસ સુધી પીવા ના પાણી નું વિતરણ કરવા માં આવતું નથી જેના કારણે રોજીંદા જીવન માં અનેક યાતના નો સામનો કરવો પડી રહ્યો છે સાથો સાથ ચુંટણી સમયે દેખાતા આગેવાનો ગ્રામ્ય સુખાકારી માટે પાણી પ્રશ્ન ઉકેલવા માં ઉણા ઉતરી રહ્યા છે અને સરકારી બાબુ સબ સલામત ના ગાન કરી રહ્યા નું જણાવી પોતાની હૈયા વરાળ મીડિયા સમક્ષ ઠાલવી હતી

(1:07 pm IST)