Gujarati News

Gujarati News

News of Wednesday, 29th March 2023

ખંભાળિયાની સરકારી હોસ્‍પિટલમાં ડો. વિરલ કાલરીયા દ્વારા પ્રથમ જોઈન્‍ટ ઓપરેશન કરાયું

આયુષ્‍માન કાર્ડ અંતર્ગત

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા. ૨૯ : ખંભાળિયાની સરકારી હોસ્‍પિટલમાં ઓર્થોપેડિક સર્જન તરીકે ફરજ બજાવતા ડો. વિરલભાઈ કાલરીયા તથા  સ્‍ટાફ દ્વારા સૌપ્રથમ  જોઈન્‍ટ રિપ્‍લેસમેન્‍ટ ઓપરેશન સફળ રીતે કરી રેકોર્ડ સર્જાયો હતો. વિરલ કાલરીયા તથા મદદનીશ કિશનભાઇ તથા જામનગર જીજી હોસ્‍પિટલના ડો. દિપકભાઈએ ખંભાળિયાના રહેવાસી ખોડાભાઈ (ઉં. વ. ૪૦) નું સફળ જોઇન્‍ટ રિપ્‍લેસમેન્‍ટ ઓપરેશન આયુષ્‍માન કાર્ડ અંતર્ગત કરી ઇતિહાસ સજર્યો હતો

(10:07 am IST)