Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

સાવરકુંડલાના સીમરણ ગામે દીપડાએ વાડીમાં સુતેલા બે વર્ષના બાળકને ફાડી ખાતા હાહાકાર

અમરેલી ; અમરેલી જિલ્લામાં એક માનવભક્ષી દીપડાએ સાવરકુંડલાની રેન્જના સીમરણ ગામે મજૂરના બાળકને ફાડી ખાતા હાહાકાર મચી ગયો છે

   મળતી વિગત મુજબ ધારી ગીર પૂર્વના સાવરકુંડલા રેન્જના સીમરણ ગામે મધ્યપ્રદેશનો પરિવાર ખેત મજૂરી કરી રહ્યો છે. સુરેશ મનસુખભાઇ લીંબાસીયાની વાડીએ પરિવાર ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. દરમિયાન ગત રાત્રે પરિવારનો બે વર્ષ બાળક વિપુલ પીદુભાઇ બંગડીયા સૂતો હતો ત્યારે અચાનક આવી ચડેલા દીપડાએ તેને ઉઠાવ્યો હતો અને ફાડી ખાધો હતો

ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ છે અને દીપડાની શોધખોળ હાથ ધરી છે. અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ, ભાવનગર જિલ્લામાં દીપડાનો આતંક યથાવત રહ્યો છે.

(11:08 pm IST)