Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

લોકડાઉનમાં મોરબી પોલીસ બની દેવદૂત:બેલા ગામની સગર્ભા મહિલાને પોતાની કારમાં બેસાડીને ઘરે પહોંચાડી

નહેરુ ગેઇટ પાસેથી પોતાના ઘરે જવા વાહન ના મળતા મુશ્કેલીમાં મુકાયા : વાહન વ્યવસ્થા શક્ય ના હોય ખાનગી કારમાં મહિલાને ઘરે પહોંચાડી

મોરબી : કોરોના મહામારીને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન છે.જીવનજરૂરી અને અનિવાર્ય સંજોગોમાં લોકો ઘરની બહાર નીકળે છે.ત્યારે મોરબીથી ૧૮ કીમી દુર આવેલા બેલા ગામની એક સગર્ભા મહિલા ચેકઅપ માટે મોરબી આવ્યા હતા. અને પરત જવા માટે કોઈ વાહન ના મળતા પરેશાન થયા હતા. મોરબી શહેરમાં નગર દરવાજા ચોકમાં ફરજ બજાવતા પોલીસ અમુભાઈ ખાંભરા, અજરુભાઈ સહિતનો સ્ટાફ તેની મદદે આવ્યા હતા. અને પોતાની કારમાં મહિલાને ઘરે પહોંચાડી હતી.

  લોકડાઉન વચ્ચે રસ્તાઓ પર ફરતા લોકોને પોલીસ ધોકા ફટકારે છે. સખ્ત વલણ દાખવે છે. તેવી ફરિયાદો સાંભળવા મળી રહી છે પણ ફરીયાદ ઉઠાવનારા એ સમજતાં નથી કે આ લોકો હીતની વાત છે .આ સાથે પોલીસની માનવતાથી ભરેલો બીજો ચહેરો સામાન્ય લોકો જોઈ સકતા નથી  જે લાચાર અને મજબુર લોકોની મદદ કરતા જરા પણ અચકાતો નથી. આવો જ કિસ્સો આજે મોરબીમાં જોવા મળ્યો હતો. જેમાં બેલા ગામની સગર્ભા મહિલા મોરબી ચેકઅપ માટે આવ્યા હતા. અને રૂટીન ચેકઅપ કરાવ્યું હતું. બાદમાં તેને ઘરે જવા માટે કોઈ વાહન ના મળતા મુશ્કેલીમાં મુકાયા હતા .ત્યારે મોરબીના નહેરુ ગેઇટ ચોક પાસે ફરજ બજાવતા અમુભાઈ ખાંભરા ના ધ્યાને આવતા તેને તુરંત મહિલાની મદદ કરવાનું નક્કી કર્યું હતું. જોકે હાલના સમયમાં વાહનની વ્યવસ્થા કરી સકાય તેમ ના હોય જેથી પોલીસ જવાને ખાનગી કારમાં મહિલાને તેના ઘર સુધી સલામત રીતે પહોંચાડવા ની વ્યવસ્થા હતી. ત્યારે સગર્ભા મહિલા અને તેના પરિવારે પણ પોલીસનો આભાર માન્યો હતો અને મોરબી પોલીસના માનવીય અભિગમને બિરદાવ્યો હતો

(10:15 pm IST)