Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

મોરબીમાંથી વતન તરફ પગપાળા જતા ૧૫૦ થી વધુ વધુ પરપ્રાંતીય મજુરોને પોલીસે સમજાવીને અટકાવ્યા

મોરબી પોલીસે તમામ મજૂરોની જઠરાગ્નિ ઠારીને માનવતાની મહેક પ્રસરાવી

મોરબી: કોરોના વાયરસને કારણે દેશભરમાં લોકડાઉનની સ્થિતિમાં રોજ રોજનું  કમાઈને ખાતા મજુરો ઉપર સંકટના વાદળો ઘેરાતા તેઓ પોતાના વતન તરફ પગપાળા ચાલી જાવા રવાના થયા છે. જેમાં ૧૫૦ થી વધુ પરપ્રાંતીય મોરબી પોલીસે સમજાવી ફરી જ્યાં પહેલા સ્થિત હતા તે જગ્યા પર છોડી આવ્યા હતા. સાથે મોરબી પોલીસે તમામ મજુરોની જઠરાગ્નિ ઠારી માનવતાની મહેક પ્રસરાવી હતી.

મોરબી જીલ્લા એસપી કરણરાજ વાધેલા સાહેબના આદેશ અનુસંધાને પરપ્રાંતીય મંજુરોને રોકવા સુચનાથી મોરબીના ઉંચી માંડલ પાસે પેટ્રોલિંગ બંદોબસ્તમાં રહેલ સીપી આઈ.એમ.કોઢીયા સાહેબ સાથે પોલિસ કોન્સ્ટેબલ અરવિંદસિંહ પરમાર, ડ્રાઈવર રમણભાઈ (જી.આર.ડી) દ્વારા મોરબીમાંથી ૧૫૦ થી વધુ પરપ્રાંતીય મંજુરો પોતાના વતન તરફ રવાના થતા હતા. જેમને સમજાવી તમામ મજુરોને ફ્રુડ વિતરણ નાસ્તો કરાવી ખાનગી વાહનમાં કારખાનાંમાં સ્થિત જગ્યા પર મુકી આવવામાં આવેલ હતા.

(5:21 pm IST)