Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

ભાયાસર પાસે લખમણભાઇ ભાલારાની વાડીમાં ઘુસી ૪ કોળી શખ્સોએ ઘાસચારો સળગાવી નાખ્યો

કોળી પ્રૌઢનો ભત્રીજો પોપટ કોળીની દીકરીને ભગાડી જતા તેનો ખાર રાખી યુવતીના પિતા સહિતે ઓરડી તથા ઘાઙ્ગસચારો સળગાવ્યો

રાજકોટ : ભાયાસર ગામમાં રહેતા કોળી પ્રૌઢનો ભત્રીજો કોળી યુવતીને ભગાડી ગયો હોઇ તેનો ખાર રાખી યુવતીના પિતા સહિત ચાર શખસોએ કોળી પ્રૌઢની વાડીની ઓરડી તથા ઘાસચારો સળગાવી નાખતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ભાયાસર ગામમાં રહેતા લખમણભાઇ વીભાભાઇ ભાલા (ઉ.વ.પ૦) નો ભત્રીજો જીણા સથવાડીયા કોળી યુવતીને ભગાડી ગયો હોઇ તે બાબતનું મનદુઃખ રાખી યુવતિના પિતા પોપટ કોળી તેની સાથે જયસુખ કોળી, વિજય કોળી તથા એક અજાણ્યા શખ્સો લખમણભાઇની વાડીઅે અવાી વાડીમાં પતરાની ઓરડી તથા બહાર પડેલ ખેતપેદાશનો સુકો ઘાસચારો સળગાવી નાખી રૂ. ર૦૦૦નું નુકશાન કરી નાશી ગયા હતા. આ અંગે લખમણભાઇએ આજીડેમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા હેડ કોન્સ. મનહરસિંહએ તપાસ આદરી છે.

(2:02 pm IST)