Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

કોરોના લોકડાઉન : મોરબીમાં ડ્રોનના ઉપયોગના પ્રથમ દિવસે ચારટોળા સામે જાહેરનામાં ભંગના કેસ

પાર્કિંગ અને કોમન પ્લોટમાં પણ લોકોને એકત્ર ના થવા અપીલ ટોળે વળતા લોકો સામે કાયદેસર કાર્યવાહી : એસપી

મોરબી :  કોરોના હાહાકાર વચ્ચે લોકડાઉન કરવામાં આવ્યું છે અને લોકડાઉનમાં કેટલાક નાગરિકો સહયોગ આપતા ના હોય જેથી મોરબી પોલીસે આજથી ડ્રોન કેમેરાથી બાજ નજર રાખવાનું શરુ કર્યું છે અને પ્રથમ દિવસે જ ચાર ટોળા સામે પોલીસે જાહેરનામાં ભંગની કાર્યવાહી કરી છે

        આજે ડ્રોન કેમેરાથી મોરબી સીટી એ ડીવીઝન વિસ્તાર પર ચાપતી નજર રાખવાનું પોલીસે શરુ કર્યું છે અને વિવિધ વિસ્તારમાં પાર્કિંગ અને સોસાયટીના કોમન પ્લોટમાં ટોળે વળ્યા હોય તેવા ચાર કિસ્સા સામે આવતા પોલીસે ચાર જાહેરનામાં ભંગના ગુન્હા નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે તે ઉપરાંત લોકડાઉન અંગે મોરબી જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે લોકડાઉનની અમલવારી માટે મોરબી જીલ્લામાં ૪૦૦ થી વધુ પોલીસ, ૨૦૦ હોમગાર્ડ જવાનો, ૧૦૦ ટ્રાફિક જવાનો તૈનાત છે તે ઉપરાંત બેરીકેટીંગથી શક્ય તેટલા રસ્તાઓ બંધ કરીને અવરજવર મર્યાદિત કરાઈ રહી છે જેમાં સામાકાંઠે જવા માટેના પાડાપુલ અને બેઠો પુલ બંધ કર્યો છે અને અવરજવર માટે માત્ર મયુરપુલ ચાલુ રાખ્યો છે તે ઉપરાંત અત્યાર સુધીમાં જાહેરનામાં ભંગના ૮૦ જેટલા કેસ કર્યા છે અને ૪૦૦ વાહનો ડીટેઈન કરવામાં આવ્યા છે લોકોને કોમન પ્લોટ કે પાર્કિંગ એરિયામાં પણ ટોળે ના વળવા અપીલ કરવામાં આવી છે અને નિયમભંગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરાશે 

(1:36 pm IST)