Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

ચોટીલા થાનગઢ પંથકમાં કોરોના કહર: ૨૧૫ લોકો હોમ કોરોન્ટાઇ, પ્રશાસન ની દોડધામ, સેવાભાવી નો સેવા કર્મ: લોકડાઉન તોડનાર સામે પોલીસ કડક

ચોટીલા : ચોટીલા થાનગઢ પંથકમાં કોરોના કહર થી    ૨૧૫ લોકો હોમ કોરોન્ટાઇપ્રશાસન ની દોડધામ કરી રહી છે તથા  સેવાભાવી નો સેવા કર્મ કરી રહી છે.  લોકડાઉન તોડનાર સામે પોલીસ કડક ભરી રહી છે.  

ચોટીલા થાનગઢ પંથકમાં મહામારી કોરોના સંક્રમણ અટકાવવા લોક ડાઉન સાથે તંત્ર, આગેવાનો, પોલીસ અને સેવાભાવીઓ દ્વારા ખંભેખંભા મિલાવી આફત સામે લડત શરૂ કરવામાં આવેલ છે. 

ચોટીલા થાનગઢ શહેર અને તાલુકામાં એક પણ કેસ શંકાસ્પદ આજસુધી નથી છતા તંત્ર દ્વારા વિદેશ જઇને આવેલ હોય તેવા અને બહાર થી આવ્યા હોય તેવા ચોટીલા વિસ્તારમાં ૧૭૧ અને થાનગઢ વિસ્તારમાં ૪૪ લોકોને ૧૪ દિવસ હોમ કોરોન્ટાઇન હેઠળ રાખવામા આવેલ છે. 

લોક ડાઉન નો ચુસ્ત અમલવારી માટે પોલીસ અને તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહેલ છે જેમા કારણ વગર બહાર નિકળતા લોકોને ડંડાવાળી સાથે ઉઠબેઠ કરાવી તાકિદ કરાયેલ છે. 

ચોટીલા અને આસપાસના લોકડાઉન બાદ રોજેરોજ નું રળી ખાનાર ની પરિસ્થિતિ કફોડી ના બને તે માટે વિવિધ સમાજ અને સામાજીક સંસ્થાઓ અને આગેવાનોએ જરૂરીયાતમંદો માટે તમામ પ્રકારની સુવિધાઓની સેવાની સરવાણી શરૂ કરેલ છે.જેને કારણે તંત્ર અને લોકોમાં પણ સેવાઓને કારણે વિકટ સ્થિતિ પણ વિકટ નહી લાગે તેવો અહેસાસ થઇ રહેલ છે. 

જયારે સમગ્ર તંત્ર માટે રાજકોટ, વાંકાનેર, મોરબી તરફ થી વતનની વાટે પહોંચવા ચોટીલા આવી ચડેલ હજારો શ્રમજીવીઓ માટે તંત્ર વાહકો, આગેવાનો અને સેવાભાવીઓએ કરેલ કામગીરી સરહાનિય રહી છે અને અથાગ પ્રયાસો થકી ૧૫ હજાર લોકોને વતન સુધી પહચતા કરેલ છે. 

શહેરમાં લોકડાઉન દરમિયાન જનજીવન ને અસર ન પડે તે માટે પ્રાત અધિકારી આર બી અંગારી, મામલતદાર પી એલ ગોઠી, પીઆઈ બી કે પટેલ, પીએસઆઇ આર જે જાડેજા સહિતના સ્ટાફ કર્મી સાથે પાલિકા તંત્ર ચોટીલા ને સુરક્ષિત રાખવા માટે સતત તેઓની ફરજ બજાવી રહેલ છે.

વાયરસની ગંભીરતા હજુ કેટલાક લોકોમાં જોવા મળતી નથી અને તેઓ ગલી, મહોલ્લામાં ઉઠતા બેસતા અને રમતા ખેલતા જોવા મળે છે તેવા લોકોની સામે હવે ટીમ બનાવી કાયદેસરનાં પગલા લેવામાં આવશે તેવી નાગરીકોને તાકિદ કરેલ છે 

લોક ડાઉન નાં પગલે લોકો અતિંમવિધી પણ ફક્ત ઘર પરિવારનાં ઓછા લોકોની હાજરી થી કરી રહ્યા છે ત્યારે લોકો ઘરમાં રહે સલામત રહે તે માટે તંત્ર તમામ પ્રયાસો કરી રહેલ છે. 

૨૪ કંલાક ધમધમતા ચોટીલા હાઇવે ની ભેકારતા, વતન તરફ જવા હજારો શ્રમજીવી પહોચ્યા, ભંગ કરનાર સામે પોલીસ સખ્ત, થાનગઢનો સેવાયજ્ઞ

તસવીર જીજ્ઞેશ શાહ 

(12:27 pm IST)