Gujarati News

Gujarati News

News of Thursday, 29th February 2024

માળિયાની ભીમસર ચોકડી પાસેથી કારમાં બીયર સાથે બે ઝડપાયા.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : માળિયાની ભીમસર ચોકડી પાસેથી પોલીસે કારમાં જતા બે શખ્શોને ઝડપી લઈને બીયર નંગ ૦૩ અને કાર સહિતનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

   માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ભીમસર ચોકડી પાસેથી કાર જીજે ૩૬ એલ ૮૬૫૪ ને રોકી તલાશી લેતા પાછળની સીટમાંથી બીયર નંગ ૦૩ કીમત રૂ ૩૦૦ મળી આવતા પોલીસે મુદામાલ કબજે લીધો હતો તેમજ આરોપી મનોજકુમાર જયંતીભાઈ સનાવડા( રહે કીડી તા. હળવદ) અને કમલેશ ગોવિંદભાઈ છત્રોલા (રહે જોડિયા )એમ બે શખ્સોને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

   
 
(11:03 pm IST)