Gujarati News

Gujarati News

News of Thursday, 29th February 2024

મોરબી જિલ્લામાં છેલ્લી 24 કલાકમાં ત્રણ સ્થળોએ આગ લાગવાના બનાવ

મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના જવાનોએ તાત્કાલિક પહોંચી આગને કાબુમાં લીધી

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લામાં છેલ્લી 24 કલાકમાં ત્રણ સ્થળોએ આગ લાગવાના બનાવ બન્યા છે. ત્રણેય બનાવોમાં મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના જવાનોએ તાત્કાલિક પહોંચી આગને કાબુમાં લીધી હતી.

   ફાયર કંટ્રોલરૂમમાં ગત રાત્રે 09:01 કલાકે કોલ ઉપર જાણ કરાઈ હતી કે પીપળીયા ચાર રસ્તા ક્રિસ્ટલ કાર્બન કોલસાનાં કારખાનાંમાં આગ લાગેલ છે. બાદમાં આજે 12:28 કલાકે વાંકાનેર ચોટીલા હાઈવે પર ભારત ઓઇલ મીલ જીનમાં રૂ માં આગ લાગેલ હતી. 03:25 કલાકે આમરણ અને ફરસર ગામ વચ્ચે ખુલ્લા ઘાસમાં આગ લાગેલ હતી. ફાયર ટીમની સારી કામગીરીની કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

   
(11:02 pm IST)