Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

કેશોદમાં વેસણના કારખાનામા પ બુકાનીધારીઓ દ્વારા કુહાડી તથા ધારિયા બતાવીને ર૮૬૦૦ રોકડ તથા સોનાની વીંટીની લુંટઃ બાજુમાં બંધ પ કારખાનાઓમાં બુકાનીધારીઓ તાળા તોડીને રૂ. ૩૪૬૦૦ રોકડ ચોરી ગયાઃ કુલ પોણા લાખની ઘાડ અને ચોરીનો ગૂન્હો નોંધાયો

કેશોદઃ  નજીકના  સોંદરડા બાયપાસ પાસે રોયલ  વેસણના કારખાનામા  પ બુકાનીધારીઓ માથે કાળુ કપડુ પહેરેલાઓએ કારખાનાના માલિક વિજયભાઇ ભરતભાઇ રાખોલીયાને કુહાડી અને ધારિયા બતાવીને રૂ. ર૮૬૦૦ ની રોકડ તથા વિજયભાઇએ પહેરેલ સોનાની વીંટી કિ. ૧૮ હજારની  ઉતરાવીને લૂંટ કરીનેમારી નાખવાની ધમકી આપી નાસી ગયેલ હતા.

વેસણના કારખાનાની બાજુમાં અન્ય બંધ કારખાનાઓમાં આ બુકાનીધારીઓ તાળા તોડીને કુલ રૂ. ૩૪૬૦૦ ની રોકડની ચોરી કરી ગયેલ હતા. રોયલ વેસણ વાળા વિજયભાઇ રાખોલીયાએ પોલીસ ફરીયાદ નોંધાવી છે. પોલીસે કુલ રૂ. ૮ર૧૬૭ ની ધાડ અને ચોરીનો ગુન્હો નોંધ્યો છે.ફ

 પોલીસ  ડોગ સ્કવોર્ડની મદદથી તપાસ કરી રહી છે. કેશોદના પી.આઇ શ્રી ભાટી વધુ તપાસ ચલાવી રહ્યા છે.

(8:48 pm IST)