Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

દલિત યુવતી પર દુષ્કર્મના કેસમાં આરોપી હજુ ફરાર

કેસમાં ભાજપના મોટા નેતાનું નામ હોવાની ચર્ચા : દુષ્કર્મ મામલામાં ઉંડી તપાસ છતાં ત્રણ દિવસો બાદ પણ આરોપીઓ સકંજાથી દુર : તપાસને લઈ પણ પ્રશ્નો ઉઠ્યા

અમદાવાદ,તા. ૨૯ : રાજકોટમાં કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામે રાજકોટ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અને રામોદ ગામના સરપંચના પુત્ર અમિત પડાળીયાએ તેના બે મિત્રો શાંતિ ગોવિંદ પડાળીયા અને વિપુલ ભાયલા શેખડાની મદદથી ગામની દલિત સમાજની યુવતીનું બ્રેઝા કારમાં અપહરણ કરી રિવોલ્વરની અણીએ તેણીની પર દુષ્કર્મ ગુજારવાના ચકચારભર્યા કેસમાં ત્રણ દિવસ બાદ પણ આરોપીઓ હજુ પોલીસ પકડમાં આવ્યા નથી. આટલો ગંભીર અને સંવેદનશીલ કેસ હોવાછતાં અને ૭૨ કલાક ઉપરાંતનો સમય વીતી ગયો હોવાછતાં આરોપીઓ પોલીસના સંકજામાં નહી આવતાં હવે પોલીસની તપાસ સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

         બીજીબાજુ, સમગ્ર પ્રકરણમાં ભાજપના મોટા નેતાનું નામ પણ હોવાની ચર્ચાએ જોર પકડયુ છે અને રાજકીય દબાણવશ પોલીસ સમગ્ર પ્રકરણમાં ઢીલ દાખવી રહી હોવાની આક્રોશિત લાગણી સ્થાનિકોમાં જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, દલિત યુવતી પર સામુહિક દુષ્કર્મ આચર્યા બાદ કેસના મુખ્ય આરોપી અમિતે રિવોલ્વર બતાવી કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. યુવતીને હાલ ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. પોલીસે ત્રણેય વિરૂદ્ધ આઇપીસી કલમ ૩૬૩, ૩૭૬ (ડી), ૩૭૬ () (એન), ૫૦૪, ૫૦૬ (), ૧૧૪ તથા જીપી એક્ટ કલમ ૩૭(), ૧૩૫ તથા એટ્રોસિટી એક્ટની કલમ () ડબલ્યુ, () તથા આર્મ્સ એક્ટની કલમ ૨૫ () બી.. મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

        પોલીસે પીડિતાનું નિવેદન નોંધી તેમના પર દુષ્કર્મ આચરનાર ભાજપ અગ્રણી અને રામોદ ગામના સરપંચ પુત્ર અમિત પડાળીયા અને તેના બે મિત્રો વિપુલ સેખડા અને શાંતિ પડાળીયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી પરંતુ ત્રણ દિવસ બાદ પણ પોલીસ આરોપીઓના કોઇ સગડ સુધ્ધાં મેળવી શકી નથી, જેને લઇ હવે પોલીસની તપાસ અને ક્ષમતા સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છેપીડિતાની ફરિયાદ મુજબ, તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. જેમાં તે જ્યારે ઘરે હતી ત્યારે ત્રણ લોકો સફેદ કલરની કારમાં આવ્યા હતા. બાદમાં બંદૂકની અણીએ અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. બાદ પોલીસે પીડિતાનું મેડિકલ ચેકઅપ કરાવી મહિલા ડીવાયએસપી કક્ષાના અધિકારીને તપાસ સોંપી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, રામોદ ગામ ખાતે થોડા સમય પૂર્વે થયેલ માથાકૂટને ધ્યાનમાં રાખી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસ દિશામાં પણ તપાસ હાથ ધરી છે. સાથે ભાજપ અગ્રણી અને રામોદ ગામના સરપંચ પુત્ર સહિત સામે ગુનો નોંધી તેઓને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

(8:38 pm IST)