Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

ગુજરાતની ડીગ્રી ડીપ્લોમાં એન્જીનીયરીંગ કોલેજોમાં સીટોનો ઘટાડો પરત ખેંચાયો

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રજુઆતને મળેલી સફળતા

જુનાગઢ તા.ર૯ : રાજય સરકારી એન્જિનિયરીંગ કોલેજોમાં ઘરખમ સીટ ઘટાડો કરવામાં આવ્યો હતો. જેને લઇ એબીવીપી દ્વારા દરેક જિલ્લાના કલેકટરશ્રીને ધારાસભ્યશ્રી રાજયપાલશ્રીને આવેદન આપવામાં આવ્યા હતા. તથા સમગ્ર રાજયની તમામ સરકારી એન્જિનિયરીંગ કોલેજોમાં બંધ પાળવામાં આવ્યુ હતુ. સમગ્ર વિષયમાં વિદ્યાર્થીઓનું બહોળું સમર્થન જોવા મળ્યું હતુ.

અ.ભા.વિ.પ.ના પ્રતિનિધિ મંડળ દ્વારા રાજયના શિક્ષણમંત્રીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ અને ત્વરીત યોગ્ય નિર્ણયની માંગણી કરવામાં આવી હતી. જે પગલે આજરોજ સરકારશ્રી દ્વારા રાજયની બંધ અને ઘટાડો કરેલી ડીગ્રી અને ડીપ્લોમાં એન્જિનિયરીંગ કોલેજોમાંથી ડીગ્રીની ૧૧ બ્રાન્ચ ફરી શરૂ કરવામાં આવશે તથા ડીપ્લોમાંની ૭ બ્રાન્ચને ફરી શરૂ કરવામાં આવશે. એ સિવાય ડીપ્લોમાંની પ બ્રાન્ચ કે જેમાં સીટ ઘટાડવામાં આવી હતી. તેમાં સીટોનો વધારો કરવામાં આવશે.

પ્રદેશ મંત્રી હિમાલયસિંહ ઝાલા જણાવે છે કે મહાનગરોમાં વિદ્યાર્થીને રોજગારનીસાથે શિક્ષણ પણ મળી રહે તે માટે પાર્ટટાઇમ (ઇવનીગ શિફટ) કોર્સ શરૂ કરવામાં આવશે. સાથે વર્તમાન સમયની જરૂરીયાત પ્રમાણે નવી બ્રાન્ચો પણ શરૂ કરવામાં આવશે. સરકારના આ વિદ્યાર્થીલક્ષી નિર્ણયને એબીવીપીએ આવકારેલ છે.

(1:05 pm IST)