Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

સુરેન્દ્રનગર દાળમિલ રોડ ઉપર બાઇક સ્લીપ થતાં યુવકનું ઘટના સ્થળે મોત

વઢવાણ તા. ૨૯ : સુરેન્દ્રનગર જિલ્લામાં અવાર-નવાર અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થયો છે ત્યારે જિલ્લાના રસ્તાઓ ઉપર અવાર નવાર નાના મોટા અકસ્માતો સર્જાયા કરતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દાળમિલ રોડ અને ધોળી ધજા ડેમ એ જવાના રસ્તા ઉપર અચાનક ગઈ કાલે મોડી રાતે બાઈક સ્લીપ થઈ જતા યુવાન ને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે આ બાઈક સ્લીપ ના કારણે અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચવાના કારણે આ યુવકે ઘટનાસ્થળે જ દમ તોડયો હતો ત્યારે આજુબાજુના લોકો દ્વારા આ યુવકને ગાંધી હોસ્પિટલ ખાતે પી.એમ ખસેડવામાં આવ્યા હતા.

(1:01 pm IST)