Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

સિહોરના થોરાળીમાં ધોરણ 1માં અભ્યાસ કરતી બાળકીની નજીવી બાબતે શિક્ષકે ઢોર માર માર્યો

બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી

ભાવનગર : ભાવનગરના સિહોરના થોરાળી ગામે ધો.1 માં અભ્યાસ કરતી બાળકીને શિક્ષકે ઢોરમાર માર્યો છે. ધોરણ ૧માં અભ્યાસ કરતી બાળકીએ અભ્યાસમાં સામાન્ય ભૂલ કરતા શિક્ષક ઘનશ્યામ જાનીએ પિત્તો ગુમાવ્યો હતો અને બાળકીને માર માર્યો હતો. જેને પગલે બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે

(12:54 pm IST)