Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

હળવદ રેલ્વે સ્ટેશને ધર્મગુરૂના દિદાર માટે વ્હોરા સમાજ ઉમટી પડ્યોઃ

હળવદઃ હળવદના રેલવે સ્ટેશનને ભુજ બાંદ્રા ટ્રેનને બે મિનિટ સ્ટોપ છે. આ ટ્રેનમાં ભુજ થી અમદાવાદ જઈ રહેલા વહોરા સમાજના ધર્મ ગુરૂ મુફુદલ સૈફુદ્દીન સાહેબના દિદાર (દર્શન )માટે હળવદ ધાંગધ્રા મોરબી રાજકોટ થાન ચોટીલા સુરેન્દ્રનગર વાંકાનેર વગેરે ગામોથી પોતાના ધર્મગુરૂના દર્શન માટે લોકો ઉમટી પડ્યા હતા. જેવી ટ્રેન ઊભી રહેલ તે સમયે ઘણી બધી પબ્લિક હોવાના કારણે નીચે નહીઉતરતા ટ્રેનના બારણા આગળ થી જ બધાને હાથ હલાવીને આશીર્વાદ આપેલ વોરા સમાજના અગ્રણી મુલા ઈસ્માઈલભાઈ, જાફરભાઇ ,મુસ્તુફાભાઈ , ઝુઝરભાઈ, અબીજલભાઇ, સબીરભાઈ ઙ્ગવગેરે એ સહયોગ આપેલ.(તસવીરઃ હરીશ રબારી.હળવદ)

(11:48 am IST)
  • દિલ્હી પોલીસ કમિશનર તરીકે ચાર્જ સાંભળતા વેંત એન.એન.શ્રીવાસ્તવનો સપાટો : તોફાનોમાં શામેલ તમામને વીણી વીણીને સજા કરશે : હત્યા કરવાના આરોપ લગાવાશે access_time 8:27 pm IST

  • એનપીઆર દાયકા જૂનો : તેના પર કોઈ વિરોધ નથી પરંતુ તેમાં જોડાયેલ ત્રણ સવાલ ક્યાંથી આવ્યો ? જે અમારી સરકારમાં નહોતા : કોંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સંઘવીએ કહ્યું કે અમે એનપીઆરની વાત માત્ર એનસીઆરના સંબંધમાં કરીએ છીએ : જો ભાજપ બંધારણ અને કાનૂન નથી સમજતી તો અમે શું કરીએ access_time 1:11 am IST

  • રાજકારણમાં એકબીજાના ઘોર વિરોધી જમવામાં સાથે : ઓડીસામાં મુખ્યમંત્રી નવીન પટનાયકના નિવાસ સ્થાને યોજાયેલા ભોજન સમારંભમાં અમિત શાહ, મમતા બેનર્જી ,ધર્મેન્દ્ર પ્રધાન ,નીતીશકુમાર ,સહિતના આગેવાનોએ એક ટેબલ ઉપર બેસી ભોજન લીધું access_time 7:28 pm IST