Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

ગુજરાતના બજેટમાં જનજનની આકાંક્ષાઓ પરિપુર્ણ કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ : રાદડીયા

 નવાગઢ તા.૨૯ : રાજયના નાણામંત્રી નિતીનભાઇ પટેલે વિધાનસભામાં રજૂ કરેલ ૨૦૨૦-૨૧ના બજેટને આવકારવા અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી જયેશ રાદડીયાએ બજેટને જનજનની આકાંક્ષાઓ પરિપુર્ણ કરનાર શ્રેષ્ઠ બજેટ ગણાવ્યુ છે.

મંત્રીશ્રી રાદડીયાએ જણાવેલ કે, રૂ.૨,૧૭,૨૮૭ કરોડનું કદ ધરાવતુ અને રૂ.૬૦૫ કરોડની પુરાંત દર્શાવતા બજેટમાં ખેડૂત, ગરીબ, આદિવાસી મહિલાઓ, બાળકો, રોજમદારો, વેપારીઓ અને નાના મોટા ઉદ્યોગકારોનુ વિશેષરૂપે ધ્યાન રખાયુ છે તેમજ શિક્ષણ, આરોગ્ય, માર્ગ અને મકાન નર્મદા, મહિલા અને બાળકલ્યાણ, જળસંપતિ, સિંચાઇ, સામાજીક ન્યાય અને અધિકારીતા તથા આદિજાતી વિકાસ જેવા તમામ સેકટરો, ઉર્જા ગૃહ નિર્માણ, પંચાયત અને ગામડાઓના વિકાસ માટે અસરકારક જોગવાઇઓ કરાઇ છે.

એક રીતે ગુજરાતની જનતાની જરૂરીયાતોને વાચા આપતા આ બજેટમાં દિવસે ખેડૂતોને વિજળી આપવાની દિનકર યોજનાની જાહેરાત કરાઇ છે તથા ૧ લાખ ખેડૂતોને ખેતી વિષયક જોડાણ આપવાની જાહેરાત કરાઇ છે. સાથે પહેલીવાર રાજયના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ૧૨ કિલો તુવેરદાળ આપવાની વિશેષ જોગવાઇ કરાઇ છે અન્ન અને નાગરીક પુરવઠા વિભાગ માટે આ બજેટમાં રૂ.૧૨૭૧ કરોડની જોગવાઇ અને કુટીર ઉદ્યોગ માટે રૂ.૪૧૧ કરોડની જોગવાઇ કરાઇ છે

જે આવકારદાયક છે. ખેડૂતો અને પશુપાલકોને વિશેષ સહાય તથા ગાયોના નિભાવ ખર્ચની જોગવાઇ અને વૃધ્ધોના પેન્શનમાં ધારો આ બજેટની વિશેષતાઓ છે.

રાજયના યુવાનોને રોજગારી, નવી ભરતીઓ, દૂધ ઉત્પાદનને પ્રોત્સાહન, પાંજરાપોળ, માઇક્રોઇરીગેનશન, વૃધ્ધાશ્રમ નિભાવ ગ્રાન્ટ, ખેડૂતોને માલવહન માટે મદદ, પ્રાથમિક શાળાના ૭૦૦૦ નવા ઓરડાઓ બનાવવા જેવી અનેકવિધ બાબતોની જોગવાઇ તથા ગામ અને શહેરોના મજબૂત વિકાસ માટે નાણાકીય વ્યવસ્થાનુ સુંદર આયોજન કરતુ આ બજેટ એક રીતે અભુતપુર્વ કહી શકાય તેવુ છે. સાચા અર્થમાં વિકાસને ઘર ઘર સુધી પહોચાડવામાં પ્રયત્નરૂપી હોવાનુ અંતમાં રાજયમંત્રી રાદડીયાએ જણાવેલ છે.

(11:47 am IST)
  • દિલ્હીના રાજીવ ચોક મેટ્રો સ્ટેશને ૬ લોકોના એક જૂથે 'દેશ કે ગદ્દારો કો, ગોલી મારો' જેવા સ્લોગન સૂત્રોચ્ચાર કર્યા હતા : આ તમામની પોલીસે ધરપકડ કરી લીધી છે : આ સૂત્રોચ્ચારની વિડીયો કલીપ ભારે વાયરલ થઈ હતી access_time 5:20 pm IST

  • એનપીઆર દાયકા જૂનો : તેના પર કોઈ વિરોધ નથી પરંતુ તેમાં જોડાયેલ ત્રણ સવાલ ક્યાંથી આવ્યો ? જે અમારી સરકારમાં નહોતા : કોંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સંઘવીએ કહ્યું કે અમે એનપીઆરની વાત માત્ર એનસીઆરના સંબંધમાં કરીએ છીએ : જો ભાજપ બંધારણ અને કાનૂન નથી સમજતી તો અમે શું કરીએ access_time 1:11 am IST

  • નિર્ભયા કેસમાં ફાંસીની સજા ટાળવા પવન પછી અક્ષયે ફરી દયાની અરજી કરી : ૨જી તારીખે સુનાવણી : નિર્ભયા હત્યા અને ગેંગરેપ કેસના આરોપીઓ ફાંસીથી બચવા સતત કાનુની દાવપેંચ રમી રહ્યા છે : પવન પછી હવે અક્ષય ઠાકુરે આજે બીજી વખત દયાની અરજી કરી છે સુપ્રિમ કોર્ટની પાંચ જજોની બેન્ચ આ અરજીની બીજી માર્ચે સુનાવણી કરશે : પવને અરજીમાં કહ્યુ છે ઘટના બની ત્યારે તે સગીર વયનો હતો, જો કે આ બાબતે તેની રીવ્યુ અરજી આ પહેલા એક વખત રદ્દ થઇ ચૂકી છે access_time 5:21 pm IST