Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

ખંભાળીયા તાલુકાના હરીપર ગામે રાત્રી સભામાં લોક પ્રશ્નો સાંભળ્યા

દેવભૂમિ દ્વારકા,તા.૨૯: દેવભૂમિ દ્વારકા જિલ્લા વહિવટી તંત્રના ઉપક્રમે ખંભાળીયા તાલુકાના હરિપર ગામે રાત્રીસભાનું આયોજક કરવામાં આવ્યું હતું. આ રાત્રી સભામાં તમામ સંકલત સમિતીના અધિકારીશ્રીઓ વિવિધ વિભાગો દ્વારા ગામ લોકોને યોજનાકીય માહિતીઓ આપવામાં આવી હતી. આ તકે પ્રાંત અધિકારીશ્રીએ લોકોને જણાવ્યું કે, સરકાર તમારે દ્વાર દ્વારા ગામનાં કોઇ પ્રશ્નો પેંન્ડીંગ હોય અને જિલ્લા વહિવટી તંત્રના તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિતિમાં જ આ પ્રશ્નોનું નિરાકરણ આવે તેવા પ્રયત્નો આ રાજય સરકાર કરી રહી છે. આ ગામ સ્વચ્છ બને પ્લાસ્ટીક મુકત બને તેમાં ગામે સહયોગ કરવાનો છે. આ કાર્યક્રમમાં ગામ લોકો દ્વારા વિવિધ રજુઆતો  કરવામાં આવી હતી અને તે રજુઆતોનો ત્વરીત નિકાલ કરવામાં આવ્યો હતો.

 આ રાત્રીસભામાં દેવભૂમી દ્વારકા જિલ્લા વિરોધ પક્ષના નેતાશ્રી મયુરભાઇ ગઢવી, પ્રાંત અધિકારીશ્રી ખંભાળીયા, મામલતદારશ્રી લુકા, ખંભાળીયા તાલુકા વિકાસ અધિકારીશ્રી, ગામના સરપંચશ્રી  અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

(11:47 am IST)