Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

સોમનાથ મહાદેવ મંદિર વિનામુલ્યે યાત્રીકોને ભોજન પ્રસાદી કરાવતા તીર્થોની યાદીમાં જોડાશે

'જયાં ટૂકડો ત્યાં હરિ ઢુકડો'ના સુત્રને સાર્થક કરવા

 પ્રભાસ પાટણ તા. ર૯ :.. વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર સોમનાથ ટ્રસ્ટ ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઇ લહેરીના માર્ગદર્શન મુજબ દિન પ્રતિદિન આઇકોન વિકાસ કૂચથી આગે ધપી રહું છે.

મળતા સંકેત - હિલચાલ મુજબ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ આગામી મહિનાઓમાં સોમનાથ દાદાના દર્શને આવતા ભારત - વિશ્વના યાત્રીકો - પ્રવાસીઓ માટે વિના મુલ્યે ભોજન પ્રસાદી કાયમી ધોરણે કરવા જઇ રહ્યું છે.

જયાં 'ટૂકડો ત્યાં હરિ ઢૂકડો' અને પવિત્ર ગ્રંથ ગીતાજીના ૧પમા અધ્યાયના ૧૪ મા શ્લોકમાં જણાવ્યા મુજબ 'હું વૈશ્વાનલ માનવ દેહમાં અન્ન પચાવુ છું' જેમાં સવારના ૧૧ થી બપોરે ૩ અને સાંજે ૭ થી રાત્રીના ૧૧ સુધી આવતા સર્વને ભોજન પ્રસાદી પીરસાશે જે વિના મુલ્યે રહેશે.

સચિવ પ્રવિણભાઇ લહેરી અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના માર્ગદર્શન અને ટ્રસ્ટીઓ - અધ્યક્ષ આદેશ અનુસાર સોમનાથમાં પરવડે તેવા દરથી ત્રણથી ચાર ભોજનાલયો ચાલી રહ્યાં છે.

ભારતમાં અમૃતસર સુવર્ણ મંદિર, તીરૂપતી બાલાજી, સત્તાધાર, વીરપુર સારંગપુર, સંતરામ મંદિર, શીરડી સાંઇબાબા અને પ્રભાસમાં પૂજય ડોંગરેજી મહારાજ અન્નક્ષેત્ર સહિત અનેક ર્તીથોમાં આ પ્રકારના ભોજનની વ્યવસ્થા છે તેવા ર્તીથોની શૃંખલામાં સોમનાથ મંદિર મંજૂરીની મહોર લાગતાં જ ઉમેરાઇ ગૌરવમય શિવાલય બનશે.

(11:46 am IST)