Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

ભુજઃ બીકેટી ટાયર કંપનીના અધિકારીઓ ઉપર હુમલો કરનારા બે ની પાસા હેઠળ ધરપકડ

ભુજ,તા.૨૯: ભુજમાં આવેલ જાણીતી ટાયર ઉત્પાદક કંપની બાલકૃષ્ણ ટાયર બીકેટી ના અધિકરીઓ ઉપર હુમલો કરી તેમને માર મારનારાઓને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવાયા છે. ભુજના કાળીતળાવડી ગામના બે હુમલાખોરો દેવજી ભચા ચાવડા (ઉ.૩૨), રામજી ગોવિંદ ચાવડા (ઉ.૩૦) ને સુરત તેમ જ અમદાવાદ જેલ હવાલે કરાયા છે. ભુજ એલસીબીએ બન્ને આરોપીઓને ઝડપી જેલ હવાલે કરવાની કામગીરી પાર પાડી હતી.

(11:46 am IST)