Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

મોરબી માળિયા તાલુકા નર્મદા કેનાલની કામગીરીમાં અડચણરૂપ તત્વો સામે કાયેદસર પગલા લેવાશે

મોરબી,તા.૨૯: રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની યાદીમાં જણાવ્યું છે કે નર્મદા કેનાલની કામગીરીમાં અડચણરૂપ બનતા કોઇપણ તત્વો સામે પોલીસ તંત્રનો સહયોગ લઇ કાયદા અનુસાર કાર્યવાહી કરશે. મોરબી માળિયા તાલુકામાં નર્મદા પ્રશાખા અને પ્રપ્રશાખાની બાકી કામગીરીના પ્રશ્નના ઉત્ત્।રમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નર્મદા કેનાલની સમયસરની કામગીરીને લઇ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં કૃષિ, પશુપાલન અને ઔદ્યોગિક ક્ષેત્રે ખુબ સમુદ્ઘ બન્યો છે.

નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું છે કે, સરદાર સરોવર બંધના દરવાજાને તત્કાલિન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પદભાર સંભાળતા માત્ર ૧૭ દિવસમાં જ મંજૂરી આપી હતી. આ ત્વરિત નિર્ણયથી આજે રાજયના છેવાડાના વિસ્તારોને પાણી મળી રહ્યું છે અને ખેડૂતો સમૃદ્ઘ બની રહ્યા છે.

નાયબ મુખ્યમંત્રીએ છેવાડાના વિસ્તારોમાં પાણી મળતુ નથી તેવી રજૂઆતના સંદર્ભે જણાવ્યું કે, પાણી વિતરણમાં ખેડૂતો ગેરકાયદેસર રીતે પાણી ખેંચી રહ્યા છે ત્યારે ગૃહના તમામ સભ્યોને પાણી વિતરણમાં ગેરકાયદેસર પાણી ખેંચવાની પ્રવૃત્ત્િ।ને બંધ કરાવવા સહકાર આપવા ખાસ અપીલ કરી હતી જેથી છેવાડાના વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં પાણી પહોંચાડી શકાય અને ખેડૂતોને વધુ સારી રીતે લાભ મળી શકે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, મોરબી અને માળીયા તાલુકાની નર્મદા પ્રશાખા અને પ્રપ્રશાખાની કામગીરી વર્ષ-૨૦૨૦-૨૧માં પૂર્ણ કરવાનું આયોજન છે.

(11:44 am IST)