Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

ભાવનગરમાં પિતાએ બે સગીર દિકરીની સાથે શારિરીક ચેનચાળા કરતા અદાલતે આરોપી પિતાને સાત વર્ષની સખ્ત કેદની સજા ફટકારી

ભાવનગર તા. ૨૯: પાંચ વર્ષે પુર્વ ભાવનગર શહેરના મોતી તળાવ વિસ્તારમાં એક નરાધમ શખ્સે પોતાની જ સગીર વયની બે દિકરીઓ સાથે શારિરીક અડપલા કરતા આ બનાવની પોલીસ ફરીયાદ નોંધાઇ હતી આ અંગેનો કેસ ભાવનગર પોકસો સ્પે.જજ અને બીજા એડીશ્નલ સેસન્સ જજ એમ.જે.પરાશરની અદાલતમાં ચાલી જતા  અદાલતે સરકારી વકીલની દલીલો આધાર , પુરાવા , સાક્ષીઓ , વિગેરે ધ્યાને લઇ આરોપી સામે પોકસોનો ગુનો સાબીત માની ૭ વર્ષની સજા તથા જુદી જુદી કલમો હેઠળ સજા અને રોકડ દંડ આરોપીને ફટકાર્યો હતો.

આ કેસની પ્રાપ્ત વિગતો મુજબ આ કામના બંન્ને ભોગ બનનારની  માતાનું અવસાન થયેલ હોય આ  કામના આરોપી પિતા રજાકભાઇ બશીરભાઇ પઠાણ (ઉ.વ.૩૫) એ ગત તા. ૨/૭/૨૦૧૫ના રોજથી તા. ૧૦/૭/૨૦૧૫ દરમ્યાન ફરીયાદ ભોગ બનનાર તથા તેની બહેન ભોગ બનનાર (સાહેદ) ને તેણીની સગીર વયની હોવાનુ જાણતા હોવા છતા બંન્ને ઘરે એકલી હોઇ તેમજ રાત્રીના સુમારે ભોગ બનનાર તથા તેની બહેન સાથે શારિરીક અડપલા અને ચેનચાળા કરતો હોય સગીરા ઈન્કાર કરતા તેણીને મુંઢમાર મારી  કોઇને વાત કરશે તો એસીડ નાખી મારી નાખીશ તેવી ધમકી આપતા તેમજ આરોપીએ તેણીને મારમારી ઘરમાંથી કાઢી મુકી  આ કામના આરોપી પિતાએ પોતાની બંન્ને દિકરી - ભોગબનનાર સાથે શારિરીક  અડપલા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જાતીય સતામણી કરેલ હોય આ બનાવ અંગે ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જે તે સમયે ફરીયાદ નોંધાતા પોલીસે આરોપી રજાક બશીર પઠાણ સામે ઈપીકો કલમ ૩૫૪(એ)(૧), ૫૦૬(૨), ૩૨૩ તથા  બાળ જાતીય અપરાધ સરંક્ષણ અધિનિયમ ૨૦૧૨ ની કલમ - ૧૨ અને ૮ મુજબનો ગુનો નોંધાયો હતો.

આ અંગેનો કેસ ભાવનગરના પોકસો સ્પે. જજ એમ.જે. પરાશરની અદાલતમાં ચાલી જતા અદાલતે મૌખીક પુરાવા-૭, લેખિત પુરાવા-૯ અને સરકારી વકિલ બી.જે. ખાંભલીયા તથા ફરીયાદ પક્ષના  વિથપ્રોસીકયુશન એડવોકેટ સીરાઝભાઇ નાથાણીની દલીલો તથા સુપ્રિમ કોર્ટ તથા હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓ વિગેરે ધ્યાને લઇ આ ક મના આરોપી રજાક બશીર પઠાણ સામે પ્રોટેકશન ઓફ ચીલ્ડ્રન ફોમ સેકયુઅલ ઓફેન્સ્સિ અુકટ ૨૦૧૨ની કલમ ૧૦ મુજબના  સબબ આરોપી ને તકસીરવાન ઠરાવી ૭ વર્ષની શખ્ત કેદની સજા તથા રૂ. ૫ હજારનો દંડ અને જો આરોપી દંડ ન ભરે તો વધુ ૬ માસની સજા , પોકસો કલમ ૮ મુજબ  આરોપીને ૫ વર્ષની સજા  અને રૂ. ૫ હજારનો દંડ અને જો આરોપી દંડ ન ભરે તો વધુ ૪ માસની સજા, પોકસોની કલમ ૧૨ મુજબ આરોપીને ૩ વર્ષની સજા અને રોકડા રૂ. ૫ હજારનો દંડ અને જો આરોપી  દંડ ન ભરે તો વધુ માસની સજા, ઈપીકો કલમ ૫૦૬(૨) મુજબ આરોપીને ત્રણ વર્ષની સજા અને રોકડા રૂ.૨ હજારનો દંડ અને જો આરોપી દંડ ન ભરે તો વધુ ૧૦ દિવસની સજા, ઈપીકો કલમ ૩૨૩ મુજબના ગુના સબબ ૬ માસની સજા અને રોકડા રૂ. ૧ હજારનો દંડ અને દંડ ન ભરે તો ૫ દિવસની  સજા આ ઉપરાંત આરોપી પાસેથી વસુલ થયેલી દંડની રકમના ૭૫% રકમ ભોગ બનનારને વળતર પેટે ચુકવી આપવા અદાલતે હુકમ કર્યો હતો.

(11:44 am IST)