Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

બગસરા પાસે મોટર સાયકલો સામસામા અથડાતા બન્ને ચાલકોના મોતઃ અરેરાટી

નદીમ પરિવાર સાથે દુબઈ રહેતો'તોઃ બે મહિના પહેલા લગ્ન થયેલા

બગસરા, તા. ૨૯ :. ધારી બાયપાસ હામાપુર રોડ પર બે ટુવ્હીલર સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ લોકોને થતા ઘટના સ્થળે આસપાસના લોકો દોડી આવ્યા હતા. ૧૦૮ દ્વારા સારવાર અર્થે સરકારી હોસ્પીટલ ખસેડાયેલ હતા. જેમા સારવાર દરમ્યાન એકનું મોત નિપજ્યુ હતું.

મળતી માહિતી મુજબ ગોપાલગ્રામનો યુવાન મહેશ વાલજીભાઈ રાઠોડ (ઉ.વ. ૨૫) બગસરાથી ગોપાલગ્રામ તરફ જતો હતો ત્યારે બાયપાસથી બગસરાનો વતની નદીમ કાદરભાઈ વડગામા ઉંમર વર્ષ ૨૫ આવી રહ્યો હતો. બન્ને ટુવ્હીલરો સામસામા અથડાતા અકસ્માત સર્જાયો હતો.

મહેશને સિવીલ હોસ્પીટલ લઈ જતા તેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. તેમજ નદીમ કાદરભાઈ વડગામાને અમરેલી રીફર કરાયો હતો. જે અમરેલી જતા અધ્ધવચ્ચે દમ તોડયો હતો. તેને અમરેલી સિવિલ હોસ્પીટલમાં પી.એમ. કરાયુ હતુ.

આ બન્ને યુવાનોના મોત નિપજતા લોકોમાં અરેરાટી વ્યાપી હતી. નદમ કાદરભાઈ વડગામાના બે માસ પહેલા લગ્ન થયેલ હતા અને તે દુબઈમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. બન્ને યુવાનોના પરિવારજનો પર આભ ફાટયુ હોય તેમ લાગ્યુ હતું.

(11:43 am IST)