Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

કાલાવાડની પોલીસ દર્દી બનીને ગઇ અને આણંદની હોસ્પીટલમાંથી સગીરાને ભગાડનારને ઝડપી લીધો

કાલાવાડ-નિકાવા, તા., ર૯: કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ફર્સ્ટ ગુ.ેર.નં.પ/૧૮ આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬ વિગેરે મુજબના કામના આરોપી શૈલેષકુમાર શંકરભાઇ ડામોર નામનો યુવક આ કામના ફરીયાદીની સગીર વયની દિકરીનું અપહરણ તા.પ-૩-ર૦૧૮ કરી લઇ ગયેલ હોય જે છેલ્લા બે વર્ષથી નાસતો-ફરતો હોય જેથી પો.સબ ઇન્સ. એસ.એમ.રાદડીયાએ ફરીયાદીના ઘરની આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા આરોપી હાલ આણંદ જીલ્લાના ચાંદપુર ખાતે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની એક સ્પેશ્યલ ટીમ બનાવવામાં આવેલ જેમાં એએસઆઇ એસ.આર.ચાવડા તથા પીસી યુવરાજસિંહ જટુભા જાડેજા તથા પીસી અલ્તાફભાઇ તારમામદભાઇ સમા તથા પીસી કુલદીપસિંહ ફુલુભા પરમાર નાઓને આણંદ જીલ્લા ખાતે આવેલ અહીંસા ચોકની બાજુમાં ઓમ હોસ્પીટલમાં દર્દી બનીને ઓમ હોસ્પીટલમાં જઇ સદરહું ગુન્હાના કામના આરોપીને શોધી કાઢી પકડી લાવેલ તથા સદરહું ગુન્હાના કામેના ફરીયાદીની સગીરવયની દિકરીને આરોપીના કબજામાંથી છોડાવી લાવેલ.

શૈલેષકુમાર આદીવાસી ઉ.વ.રપ હાલ રહે. ચાંદપુર ગામ વણઝારા ફળીયું તા.મોરવા હડફ જી. પંચમહાલ અંતે ઝડપાઇ ગયો હતો.

(11:42 am IST)