Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

હળવદ પોલીસે પીછો કરતાં દારૂ ભરેલી કાર મુકી બુટલેગરો છૂ!

૭૨ બોટલ દારૂ,૪૪ નંગ બિયર,૯૦ ચપલા ૧ કાર મળી રૂ ૨.૩૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયોઃ આરોપીની શોધખોળ ચાલુ

હળવદ, તા.૨૯: હળવદ પોલીસ મથકના પી.આઈ સંદિપ ખાંભલાની સૂચનાને પગલે સર્વેલન્સ સ્કવોડના જવાનો હળવદ હાઈવે પર પેટ્રોલિંગમાં હતા તે અરસામાં ત્યાથી ઈન્ડિગો કાર શંકાસ્પદ રીતના પસાર થતા પોલીસના જવાનો દ્વારા તેને અટકાવવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ કારચાલકે કાર હંકારી મુકી ગોલાસણ તરફ ભાગ્યો હતો જેથી પોલીસ એ તેનો પીછો કરતા કારચાલકે દારૂ ભરેલી કાર ગોલાસણ ની સીમમાં રેઢી મુકીને નાસી છૂટયો હતો. પોલીસ ઘટના સ્થળે દોડી જઇ દારૂ ભરેલી કાર કબજે લઇ પોલીસ મથકે લાવવામાં આવી હતી અને તપાસ કરતા તેમાંથી ૭૨ બોટલ દારૂ, ૪૪નંગ બિયર અને ૯૦ ચપલા મળી આવ્યા હતા જેથી પોલીસે રૂપિયા ૩૪ હજારનો દારૂ અને બે લાખની કાર મળી કુલ રૂ.૨.૩૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે આ કામગીરીમાં સર્વેલન્સ સ્કવોર્ડના યોગેશદાન ગઢવી, દેવુભા ઝાલા,વિક્રમભાઈ સિહોરા સહિતના પોલીસ જવાનો જોડાયા હતા.

(11:41 am IST)