Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

સાવરકુંડલામાં સરદાર પટેલ સોશ્યલ ગૃપ દ્વારા પટેલ સમાજના સમુહલગ્ન

 સાવરકુંડલા : સરદાર પટેલ સોશ્યલ ગૃપ દ્વારા તા.રપ-ર ને મંગળવારે નવમો સમુહલગ્ન સમારોહ યોજાઇ ગયો. સાવરકુંડલાના ભૂવા રોડ પર આવેલ પટેલ વાડી ખાતે યોજાયેલ આ સમુહલગ્નમાં અગિયાર નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડી સાંસારીક જીવનની શરૂઆત કરી છે. સમુહલગ્ન સમારોહમાં પટેલ સમાજના બહારગામ વસતા સમાજ શ્રેષ્ઠીઓ ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા તો સંતો મહંતોએ પણ હાજરી આપી નવદંપતીઓને આશિર્વાદ પાઠવેલ હતા. આયોજકો દ્વારા દાતાશ્રીઓના સહકારથી કંકાવટીથી કબાટ સુધીની તમામ ગૃહ ઉપયોગી વસ્તુઓ કરિયાવર સ્વરૂપે કન્યાઓને અપાઇ હતી. સોશ્યલ ગૃપના પ્રમુખ ડી.કે.પટેલ, મંત્રી જયસુખભાઇ નાકરાણી, ઉપપ્રમુખ હિંમતભાઇ લાખાણી સાથે સ્વયંસેવકોએ સમુહલગ્ન સમારંભ માટે જહેમત ઉઠાવી હતી. સરદાર પટેલ સોશ્યલ ગૃપ દ્વારા શહેરમાં રહેતા નિરાધાર અને જરૂરીયાતમંદ પરિવારો માટે તેમજ બહારગામથી સાવરકુંડલા આવતા દર્દીઓ તેમના સ્વજનો માટે રહેવા જમવા માટેની રાહતદરે સુવિધાઓ પુરી પાડવામાં આવશે.(તસ્વીર - અહેવાલ : દિપક પાંધી, સાવરકુંડલા)

(11:41 am IST)