Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

ધોરાજી જામકંડોરણા પોલીસે રપ બોટલ દારૂ સાથે બેને ઝડપ્યા

હાઇવે પર વાહન ચેકીંગ દરમિયાન

ધોરાજી તા. ર૯ :.. ધોરાજી - જામકંડોરણા પોલીસ મથકના પીએસઆઇ જે. યુ. ગોહીલ તથા સ્ટાફ મોડી રાત્રે સાંતોદળ ગામની ચોકડી પાસે વાહન ચેકીંગમાં હતા ત્યારે એક શંકાસ્પદ ઇકો કારને ઉભા રાખવા માટે ઇસારો કરતા ઉભી રહેતા તેનો પીછો કરી તેની તલાસી લેતા ઇકો કાર  જીજે-૩-કે.પી. ૬૩૯૮ વાળી કારમાંથી રપ બોટલ ઇગ્લીશ દારૂ મળી આવેલ હતો.

કારમાં રહેલ બે યુવાનો યુવરાજસિંહ ઉર્ફે ઇમુ હરેન્દ્રસિંહ ચૌહાણ રહે. જામનગર તથા પ્રતાપસિંહ ભુપતસિંહ જાદવ રહે જામનગર વાળા જુનાગઢથી જામનગર તરફ જતા હતા પોલીસે દારૂની બોટલ નંગ રપ રૂ. ૭પ૦૦ તથા ઇકો કાર  સહિત રૂ. ૧,પ૭,પ૦૦ ના મુદા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે બીટ જમાદાર ટી. એમ. મલેક તપાસ હાથ ધરી છે.

(11:39 am IST)