Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

કાલે વેરાવળમાં 'સોમનાથ દર્શન કલામંદિર'નો ૧૯મો વાર્ષિકોત્સવ

અધ્યાત્મિક પ્રવચનો -સામુહિક ધ્યાન-શિવસ્તુતિ અને કૃષ્ણ વંદના સાથેની સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રૃંખલા : પ્રજાપતિ બ્રહ્માકુમારી ઇશ્વરીય : વિશ્વ વિદ્યાલય દ્વારા રૂડુ આયોજન

પ્રભાસ પાટણ,તા.૨૯: વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર અને વેરાવળ જતા રોડ ઉપર ભાલકા મંદિર પાસે આવેલ પ્રજાપતિ બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય વેરાવળ ખાતે કાલે તા.૧ માર્ચ -રવિવારે સાંજે ૫:૩૦થી 'સોમનાથ દર્શન કલામંદિર'નો ૧૯ મો વાર્ષિકઉત્સવ આધ્યાત્મિક -સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઉજવાશે.

યુ.કે ડાયરેકટર-ટ્રસ્ટી રાજયોગી રતન થાદાણી ના અધ્યક્ષપદે યોજનાર આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજય પ્રકાશ અને મહોત્સવ અતિથિ યુ.કે. બી.કે. રત્નાબહેન, ગીર સોમનાત જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, જીલ્લલા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવર ડેપ્યુટી કલેકરટ વિનોદ પ્રજાપતિ, આઇ.સી.જી.એસ જીલ્લા અપૂર્વ ભટ્ટ, વેરાવળ -પાટણ નગરપાલિકા પ્રમુખ મંજુલાબહેન સુયાણી ઉપસ્થિત રહેશે.

બ્રહ્માકુમારી સેવા કેન્દ્રના બ્ર.કુ. રમીલાબહેન તથા જયમાલા બહેને જણાવ્યું છે કે તા.૪-૧૨-૧૯૮૦ના રોજ સ્થાનિક સેવા કેન્દ્રની શરૂઆત થઇ આ કેન્દ્રના ઉપક્રમે ૧૯૮૫માં સોમનાથથી દિલ્હી આધ્યાત્મિક જાગૃતિ પદયાત્રા યોજાઇ હતી. ૧૯૯૦માં સાયકલ યાત્રા વેરાવળ આસપાસના ૭૦ ગામડાઓને શાંતિ સંદેશો પાઠવાયો. ૧૯૯૦માં વિશ્વ શાંતિ સંમલેન યોજાયું. ૧૯૯૬માં શિવદર્શન ભવન ઉદ્ઘાટન વર્ષ ૨૦૦૦માં સોમનાથ -માઉન્ટ આબુ રથયાત્રા અને ૧ માર્ચ ૨૦૦૧ સોમનાથ દર્શન કલામંદિરનું ઉદ્ઘાટન પૂજ્ય દાદી પ્રકાશમણિજીના હાથે કરવામાં આવ્યું હતું. જેમાં આર્ટ ગેલેરી સ્થાપના આદરણીય રાજયોગી બ્ર.કુ.રમેશભાઇના સહયોગથી બની નિઃશુલ્ક પ્રવેશ સાથેના આર્ટ ગેલેરીની સોમનાથ અને ભાલકા મંદિરની દશૃને આવતા તેમજ આજુબાજુના વિસ્તારના લોકો હજારોની સંખ્યામાં વર્ષભર આવતા રહેતા હોય છે. અને ઇશ્વરીય સંદેશો મેળવી માનવ જીવન મૂલ્ય દર્શન સાથે તનાવભરી જીંદગીમાં શાંતિ માટે ધ્યાન શિક્ષા પ્રાપ્ત કરી વ્યસન મુકત થઇ દિવ્ય જીવનમય બનતા રહે છે.

આર્ટ કલા કેન્દ્ર ખાતે સતયુગ ઝાંખી વિવિધ મોડલો -હિલ્પો -પ્રોજકેટર શો દ્વારા પરમાત્મા પરિચય -વૈકુંઠ ઝલક -બ્રહ્માંડ દર્શન અનુભૂતિ સહિત ઇશ્વરીય જ્ઞાન પ્રાપ્ત કરે છે. આ ગેલેરીમાં આધ્યાત્મ અને વિજ્ઞાનનો અદ્ભૂત સમન્વય પ્રભુ સ્નેહ સાથે હદય પ્રભુમિલનની અલૌકિક અનુભૂતિ કરાવે છે.

(11:37 am IST)