Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

ચોટીલામાં સોડા આપવામાં વાર લાગતાં દૂકાનદાર પ્રોૈઢ બાલકદાસ ગોંડલીયા પર પાઇપથી હુમલો

કારમાં બેઠેલા જયપાલ અને શિવરાજને એક વખત સોડા આપી'તીઃ બીજીવાર ગ્રાહકો હોઇ સમય લાગતાં તૂટી પડ્યાઃ પ્રોૈઢને સારવાર માટે રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૨૯: ચોટીલામાં કલ્પના સિનેમા પાસે રહેતાં બાલકદાસ પરષોત્તમદાસ ગોંડલીયા (ઉ.વ.૫૫) નામના બાવાજી પ્રોૈઢ સાંજે આઠેક વાગ્યે રામ ચોકમાં પોતાની સોડાની દૂકાને હતાં ત્યારે જયપાલ ખાચર અને શિવરાજ કાઠી તથા અજાણ્યા શખ્સોએ ઝઘડોક રી પાઇપથી માર મારતાં ચોટીલા સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે.

હોસ્પિટલ ચોકીના રામસિંહભાઇ વરૂએ ચોટીલા પોલીસને જાણ કરી હતી. બાલકદાસના કહેવા મુજબ હું અને મારો પુત્ર દૂકાને હતાં ત્યારે શિવરાજ સહિતના કારમાં આવ્યા હતાં અને સોડાનો ઓર્ડર આપતાં અમે સોડા આપી હતી.

થોડીવાર બાદ ફરીથી તેણે સોડા મંગાવી હતી. આ વખતે ગ્રાહકો વધુ હોઇ જેથી તેને સોડાના ગ્લાસ પહોંચાડવામાં સમય લાગતાં તેણે મારા દિકરા સાથે માથાકુટ શરૂ કરી ગાળો દીધી હતી અને ઝઘડો કરી કેમ વાર લગાડો છો? કહેતાં હું સમજાવવા જતાં પાઇપથી હુમલો કર્યો હતાં. ચોટીલા પોલીસ વધુ તપાસ કરે છે.

(11:11 am IST)