Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

મોરબીની સરકારી હોસ્પિટલમાં ઉભરાતી ગટર-દારૂડિયાના ત્રાસથી ત્રાહિમામ:કલેકટર સહિતના તંત્રને લેખિત રજૂઆત

કાર્યવાહી નહિ કરાઈ તો આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી

 

મોરબીની સરકારી હોસ્પીટલમાં અવારનવાર ઉભરાતી ભૂગર્ભ ગટર તેમજ દારૂડિયાના ત્રાસ હોય જે અંગે સામાજિક કાર્યકર દ્વારા જીલ્લા કલેકટર સહિતના તંત્રને લેખિત રજૂઆત કરાઈ છે

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ અને રાજુભાઈ દ્વારા જીલ્લા કલેકટર, સિવિલ હોસ્પિટલ અધિક્ષક અને રાજ્યના આરોગ્ય મંત્રીને પાઠવેલ લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે મોરબીની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાય છે જ્યાં નજીકમાં નર્સિંગ સ્ટાફ ક્વાર્ટર આવેલ હોય જેથી રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે

 હોસ્પિટલમાં સફાઈ મામલે ગંભીરતા દાખવવામાં આવતી નથી સાથે રાત્રીના સમયે દારૂડિયાનો ત્રાસ પણ જોવા મળે છે અને આ અંગે તંત્ર ને અનેક રજૂઆત કરવા છતાં કોઈ પગલા લેવાયા નથી સિવિલ હોસ્પિટલમાં દારૂડિયા પીને ગમે ત્યાં આંટા મારતા હોય છે બાથરૂમમાં દારૂની કોથળીઓ ખુલ્લેઆમ પડેલી જોવા મળે છે જેથી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે અન્યથા આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે

ઉપરાંત સામાજિક કાર્યકરે જીલ્લા કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબીમાં આર ઓ પ્લાન્ટને આડેધડ મંજુરી આપી દેવામાં આવે છે અને આડેધડ ભાવ તોડવામાં આવે છે બોટલોની ચોકસાઈપૂર્વક સાફ સફાઈ કરવામાં આવતી નથી અને ક્ષાર પણ જોવા મળે છે જેથી આ અંગે તપાસ કરવામાં આવે અને બેદરકાર આર ઓ પ્લાન્ટ માલિકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે

(12:52 am IST)